મોરબીના લાલપર ગામે આવેલી ઇટાકા સીરામીકમાંથી દસ મહિના પહેલા મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના નરસિંહગઢ તાલુકાના બેરસિયા ગામનો ૨૨ વર્ષીય મનોજ કલુરામ સૂર્યવંશી નામનો યુવાન એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો જેમાં પરિવાર જનો દ્વારા અપહરણનો ગુન્હો નોધાવ્યો હતો જેની તપાસ દરમ્યાન એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને બાતમી મળી હતી કે ઉક્ત આરોપી મધ્યપ્રદેશના ઇન્દોરમાં ભોગ બનનાર સગીરા સાથે રહે છે જે માહિતીના આધારે પી.આઈ. વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. હિતેન્દ્રસિંહ ચુડાસમા, પો.કોન્સ. નંદલાલ વરમોરા, પો.હેડ. કોન્સ દસરથસિંહ ચાવડાની ટીમે આરોપીને ભોગ બનનાર સાથે ઇન્દોરથી ઝડપી પાડી મોરબી ખાતે લઈ આવ્યા હતા. ભોગ બનનાર તથા આરોપીનો કોવિડ -19 ટેસ્ટ કરાવ્યા બાદ પોલીસે બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.