મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમે પૂર્વ બાતમીને આધારે વાઘપર(પીલુડી) ગામે રાજેશભાઇ બાવરવાના રહેણાંક મકાનમાં રેઇડ કરી વિદેશી દારૂ બ્લેન્ડર પ્રાઇડ વ્હિસ્કીની બે બોટલ કિ.રૂ.૩,૬૦૦/-પકડી લેવામાં આવી હતી. આ સાથે પોલીસે આરોપી રાજેશભાઇ બાબુભાઇ બાવરવા ઉવ.૫૧ ની સ્થળ ઉપરથી અટક કરી તેની વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









