Wednesday, May 14, 2025
HomeGujaratમોરબી: યુવાન સાથે ઓનલાઇન લકી ડ્રોની આડમાં મોટાપાયે છેતરપીંડી.

મોરબી: યુવાન સાથે ઓનલાઇન લકી ડ્રોની આડમાં મોટાપાયે છેતરપીંડી.

ફેસબુક પર “યદુનંદન ગૌ સેવા સમિતિ”ના નામે બોગસ લકી ડ્રોની જાહેરાત મૂકતા યુવક ભોળવાય ગયો.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ફેસબૂક ઉપર યદુનંદન ગૌ સેવા સમિતિના નામે બોગસ લક્કી ડ્રો ની જાહેરાત અંગે આ પહેલા પણ લીલાપર રોડ સ્થિત યદુનંદન ગૌ સમિતિના સંચાલક દ્વારા જે તે સમયે પત્રકાર પરિષદ યોજી બોગસ લક્કી ઈનામી ડ્રો બાબતે તમામ લોકોને અવગત કરાયા હતા. પરંતુ તો પણ લોકો આવા સાયબર ઠગોના સાણસામાં ફસાઈ જતા હોય છે, ત્યારે હાલ એક યુવાન પાસેથી ફેસબુક પર મૂકાયેલી બોગસ જાહેરાતના આધારે કુલ રૂ.૧૭,૯૪૪/- ઓનલાઇન પડાવાયા હતા, ત્યારે ભોગ બનનાર યુવકે પ્રથમ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન માં ફરિયાદ કર્યા બાદ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે અશોક લેલન વર્કશોપની ઓફિસમાં રહેતા, મૂળ જૂનાગઢના મોણપરી ગામના વતની ઝલકભાઈ પરષોત્તમભાઈ રાખોલીયા એ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું કે તેઓએ ૧૩ એપ્રિલ ૨૦૨૫ના રોજ મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીકથી જરૂરી ચીજવસ્તુ લેવા જતા સમયે તેમના મોબાઇલમાં પોતાની ફેસબૂક આઇડીમાં “શ્રી યદુનંદન ગૌ સેવા સમિતિ, લીલાપર રોડ, મોરબી”ના નામે લકી ડ્રોની જાહેરાત જોવા મળી હતી, ત્યારે ઝલકભાઈએ જાહેરાતમાં આપેલા મોબાઇલ નંબર ૯૬૭૨૪ ૬૧૯૩૬ પર ફોન કર્યો ત્યારે તેમની પાસે નામ અને સરનામું માંગવામાં આવ્યું અને પછી ૩૯૯ રૂપિયાની એક ટિકિટ ખરીદવા માટે ગુગલ પે દ્વારા ચુકવણી કરવાની સૂચના આપી. જેની ચુકવણી કર્યા બાદ બીજે દિવસે ઝલકભાઈને ફોન આવ્યો કે તેઓ એક “સ્પ્લેન્ડર બાઇક” જીતી ગયા છે અને ત્યારબાદ બાઈક માટે વીમા અને જીએસટીના નામે અલગ-અલગ હપ્તા તરીકે ૪,૫૦૦ રૂપિયા તથા પછીથી વધુ ૧૩,૦૪૫ રૂપિયા, કુલ ૧૭,૯૪૪ રૂપિયા ઓનલાઇન ભરાવ્યાં હતા.

જે બાદ હજુ વધુ પૈસા માંગવામાં આવ્યા ત્યારે ઝલકભાઈને શંકા જતાં તેમણે પોતાના મિત્ર અને વર્કશોપના શેઠ સાથે ચર્ચા કરી “શ્રી યદુનંદન ગૌશાળા, લીલાપર રોડ, મોરબી”નો સંપર્ક કરતા, જાણવા મળ્યું કે ગૌશાળા તરફથી આવી કોઈ લકી ડ્રો ની જાહેરાત મૂકી નથી. ત્યારે સમગ્ર છેતરપિંડી બાબતે જાણ થતા, ઝલકભાઈએ પ્રથમ ૧૯૩૦ માં સાયબર ક્રાઇમ હેલ્પ લાઈનમાં ફરિયાદ નોંધાવી જે બાદ રૂબરૂ બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે મોબાઇલ નંબર ધારક, યુપીઆઇડી ધારક તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!