Friday, January 31, 2025
HomeGujaratમોરબી:વેપારીઓએ વ્યવસાય વેરો ભરવાની અંતિમ તક, નહીં તો કાયદેસર કાર્યવાહી થશે

મોરબી:વેપારીઓએ વ્યવસાય વેરો ભરવાની અંતિમ તક, નહીં તો કાયદેસર કાર્યવાહી થશે

મોરબી મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકાની હદમાં આવતા તમામ દુકાનદારો, હોટલ, પ્રાઈવેટ સ્કૂલો, બેંકો, કેબલ ઓપરેટરો, વિમા એજન્ટો, એન્જિનિયરો, સોલિસીટરો અને અન્ય વ્યાવસાયિક સંસ્થાઓને તાત્કાલિક વ્યવસાય વેરો ભરવા સૂચના આપવામાં આવી છે. બાકી રહેલ વ્યાવસાયિક વેરો નહીં ભરાય તો સંસ્થાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ એક પ્રેસ યાદી પ્રસિદ્ધ કરી જાહેર જનતાને અવગત કરાયા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા નાયબ કમિશ્નર(પ્રોજેક્ટ) દ્વારા એક પ્રેસ યાદીમાં જણાવ્યા અનુસાર મનપા હદ વિસ્તારમાં આવતા તમામ વ્યવસાયિક વેપારીઓ માટે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમાં જણાવાયું છે કે દુકાનો, હોટલો, પ્રાઈવેટ બેંકો, પ્રાઈવેટ સ્કૂલો, વિવિધ પ્રકારના ક્લાસીસ, કેબલ ઓપરેટરો, વિમા એજન્ટો (દલાલો), સોલિસીટરો, નોટરી સહિતના કાયદા વ્યવસાયકારો, આર્કિટેક્ટ, એન્જિનિયરો, કન્સલ્ટન્ટ્સ, એકાઉન્ટન્ટ્સ, આંગડીયા પેઢીઓ, સહકારી મંડળીઓ અને અન્ય તમામ ધંધા-ધારકોએ તેમના બાકી પડેલા વ્યવસાય વેરો (ગુમાસ્તા ધારા લાઈસન્સ સહિત) તાત્કાલિક મહાનગરપાલિકા કચેરીમાં જમા કરાવવો જરૂરી છે. જે સંસ્થાઓમાં પગારદાર કર્મચારીઓનો વ્યવસાય વેરો ભરવાનો થતો હોય તે સંસ્થાઓએ નિયમાનુસાર દર માસે માસિક વ્યવસાયવેરો મહાનગરપાલિકાની કચેરીમાં ભરવાનો રહેશે આમ કરવામાં ચૂક થશે તો જે-તે સંસ્થાના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની ખાશ નોંધ લેવી.

તેમજ જુનું ગુમાસ્તાધારા લાઈસન્સ જમાં કરાવી ઓનલાઈન e nagar (પોર્ટલ)માં નવું ઈન્ટીમેસન સર્ટીફિકેટ(ફોર્મ-E)મળેવવાનું રહેશે. દસ કે દસથી વધુ કર્મચારીઓ રાખતી સંસથાઓએ સમયસર અચૂકપણે પોતાની સંસ્થાની નોંધણી કરાવી લેવાની રહેશે. અન્યથા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે જેની જાહેર વેપારી સંસ્થાઓએ નોંધ લેવી તેમ યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!