મોરબીમાં હાલમાં કોરોનાની બીજી લહેર કહેર વરસાવી રહી છે અને કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે મોરબીના વકીલો, મોરબી કોર્ટ સ્ટાફ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે પરીસ્થિતી કાબુ બહાર ન જાય તેનો ખ્યાલ રાખી મોરબી બાર એસોસિએશને વકીલો સાથે ચર્ચા કરી આજે તા. ૦૩/૦૫/૨૦૨૧થી ૧૫/૦૫/૨૦૨૧ સુધી દરેક વકીલો કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેશે તેવો નિર્ણય લેવામાં આવેલ છે. બીનજરૂરી પક્ષકારોને ન બોલાવવા તેમજ અરજન્ટ કામગીરી સીવાય બીજા કાર્યોથી અળગા રહી કોર્ટ કામકાજ પુરુ કરી કોર્ટ કેમ્પસ છોડી દેશે તેવી અપીલ કરવામાં આવેલ છે.
બાર એસો. દ્વારા નામ.કોર્ટોને પણ તા. ૦૩/૦૫/૨૦૨૧થી ૧૫/૦૫/૨૦૨૧ સુધી વકીલોની ગેરહાજરી દરગુજર કરી આગળની કાનુની કાર્યવાહી જે તે સ્ટેજે રાખવા વિનંતી તેમજ વકીલો અને પક્ષકારોની ગેરહાજરીમાં કોઈ કેસનો નિકાલ નહી કરવા કે ક્રીમીનલ કેસોમાં પક્ષકારો સામે વોરંટ નહી કાઢવા અને દીવાની દાવાઓમાં યથાવત સ્થિતી જાળવી રાખવા મોરબી બાર એશોસીએશન તરફથી વીનંતી કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે માત્ર અરજન્ટ અને યુ.ટી.પી. કાર્યવાહી જ ચાલુ રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે.