Thursday, December 26, 2024
HomeNewsHalvadમોરબી એલસીબીએ ૨૬.૫૮ લાખના મુદ્દામાલ સાથે જુગાર રમતા ૧૨ ની ધરપકડ :...

મોરબી એલસીબીએ ૨૬.૫૮ લાખના મુદ્દામાલ સાથે જુગાર રમતા ૧૨ ની ધરપકડ : જુગરધામ ધમધમતું હતું ત્યારે જ પોલીસ ખાબકી

મોરબી એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમને બાતમી મળી હતી કે હળવદના ચરાડવા ગામે વાડીની ઓરડીમાંથી મસમોટું જુગારધામ ચાલી રહ્યું છે જેના આધારે એલસીબીએ વાડીની ઓરડીમાં દરોડો પાડતાં જુગાર રમતા ૧૨ ઇસમોને રોકડા ૬ લાખ સહિત કુલ રૂ. ૩૬.૫૮ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા એસપી એસ. આર. ઓડેદરા અને એલસીબી પીઆઇ વી.બી.જાડેજાની સૂચનાના આધારે એલસીબી સ્ટાફના જયવંતસિંહ ગોહિલ તથા ભરત મિયાત્રાને ખાનગી રાહે બાતમી મળી હતી કે હળવદના ચરાડવા ગામે અનિલભાઈ હરિભાઈ સંતોકીની વાડીની ઓરડીમાં જુગારધામ ચાલે છે. આ પ્રકારની બાતમી મળતા એલસીબીએ ચરાડવા ગામે વાડીની ઓરડીમાં દોરડો પાડ્યો હતો અને ત્યાં જુગાર રમતા અનિલભાઈ હરિભાઈ સંતોકી, હિરેનભાઈ જગદીશભાઈ દવે, ભાવિનભાઈ જગદીશભાઈ માકાસણા, દેવજીભાઈ કાળુંભાઈ ગોરીયા, મનસુખભાઇ રતિલાલભાઈ સનારીયા, જ્યંતીભાઈ પોપટભાઈ પરેજીયા, નિજામભાઈ કરીમભાઈ જેડા, રમેશભાઈ ચતુરભાઈ માકાસણા, નિજામભાઈ ગફુરભાઈ મોવર, તાજમહમદ આમદભાઈ મોવર, સુરેશભાઈ ગોરધનભાઈ ચાવડા, વિજયભાઈ છગનભાઇ માકાસણાને રૂ. ૬.૦૧ લાખ રોકડા, ૨૬ મોબાઈલ, ૦૫ કાર સહિત કુલ રૂ.૨૬.૫૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જો કે આ જુગારધામ કેટલા સમયથી ચાલી રહ્યું છે અને કોની મીઠી નજર હેઠળ આ જુગાર ધામ ધમધમતું હતું એ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ટંકારાના ઘુંનડા નજીક ઓમ વીલા માં આરઆર સેલના હાઈ પ્રોફાઈલ દરોડા બાદ મોરબી એલસીબી અને સ્થાનિક પોલીસ સતર્ક થઈ ગઈ છે ત્યારે હજુ પણ આવા જુગારધામ ચાલુ હોવાનું જાણવા મળતા મોરબી પોલીસે તાબડતોબ કાર્યવાહી કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!