કાળ ભૈરવ મંદીરની પાછળ ખંડેર ખુલ્લી જગ્યામાંથી લાખોનો દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર.
મોરબી એલસીબી પોલીસ દ્વારા પૂર્વ બાતમીને આધારે રેઇડ કરી ફડસર ગામમાં કાળ ભૈરવ મંદીરની પાછળ આવેલી ખાલી જગ્યામાંથી વિદેશી દારૂની ૨૯૧ બોટલ કિ.રૂ.૩.૯૭ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. રેઇડ દરમિયાન જયેશ બાલા નામનો આરોપી હાજર ન્હો મળી આવતા તેને ફરાર દર્શાવી ક્રાઇમ બ્રાંચ પોલીસે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન કલમો હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી એલસીબી પોલીસે ફરી એક વખત મોટા પાયે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં એલસીબી પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે જુના ફડસર ગામ વિસ્તારમાં આવેલ કાળ ભૈરવ મંદીરની પાછળના ખંડેર ખાલી મેદાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં તપાસ કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ મીલી.ની કુલ ૨૯૧ બોટલ કિ.રૂ.૩,૯૭,૯૦૦/-મળી આવી હતી, રેઇડ દરમિયાન આરોપી જયેશભાઈ વજાભાઈ બાળા રહે.ફડસર ગામ તા.જી.મોરબી ત્યાં હાજર ન મળતાં તેની વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી આરોપીને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે