સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝના અધિક પોલીસ મહાનિર્દેશક તરફથી તા.૧૦/૦૭/૨૦૨૩ થી તા.૩૦/૦૭/૨૦૨૩ સુધી સમગ્ર ગુજરાત રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ ખાસ ઝુંબેશ રાખેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એલ.સી.બી.ની ટીમ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા છએક માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જિલ્લામાં અલગ અલગ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ મોરબી એલ.સી.બી. પી.આઇ. ડી.એમ. હોલને નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચના માર્ગદર્શન આપતા એલ.સી.બી./પેરોલ ફર્લોસ્કોડ, મોરબીના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂની હેરાફેરીના ગુનામાં નાસતો ફરતો આરોપી સુરેશ ઉર્ફે અશોક જશજી વાઘેલા (રહે. હાલ આદીપુર (કચ્છ) મુળ ગામ મુંજપર તા.શંખેશ્ર્વર જી.પાટણ) હાલે સમર્પણ હોસ્પીટલ સામે, મોરબી-૦૨ મુકામે તેના કોઇ સબંધીને મળવા આવનાર હોવાની હકિકત મળતા હકીકત વાળી જગ્યાએ વોચ તપાસ કરતા ઉપરોકત ગુનાના કામે નાસતો ફરતો આરોપી સુરેશકુમાર ઉર્ફે અશોક જશુજી રતુજી વાધેલા (રહે. હાલ ગાંધીધામ, કીડાણા જગંદબા સોસાયટી, નિર્મલનગર મકાન નં-૮૬ તા.જી. ગાંધીધામ (કચ્છ) મુળ ગામ મુજપુર તા.શંખેશ્ર્વર જી પાટણ) મળી આવેલ પરંતુ આરોપીને અટક કરવા પહેલા કોવીડ-૧૯ અંતર્ગત મેડીકલ તપાસણી કરાવવી જરૂરી હોય જેથી આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે.