ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નહિ તેવી કહેવતને મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે દ્વારા સાબિત કરી બતાવવામાં આવ્યું છે. ટંકારા પોલીસ સ્ટેશનના મંદીરમાં ચોરી કરવાના ગુન્હામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના અલીરાજપુર જિલ્લા ખાતેથી મોરબી એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, અશોક કુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશનુ આયોજન કર્યું હતું. જે અંતર્ગત એમ.પી. પંડ્યા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી મોરબીને ડ્રાઇવ દરમ્યાન વધુને વધુ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપતા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી મોરબીના માર્ગદર્શન હેઠળ એસ.આઈ.પટેલ, બી.ડી.ભટ્ટ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી મોરબી, વી.એન. પરમાર પોલીસ ઇન્સ્પેકટર પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબીએ જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના HC જયેશભાઇ વાઘેલા, PC બ્રિજેશભાઇ કાસુન્દ્રાને સંયુક્તમા બાતમી મળી કે ટંકારા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૧૦૧/૨૦૧૨ આઇ.પી.સી.કલમ-૪૫૭,૩૮૦ વગેરે મુજબના ગુન્હાના નાસતો ફરતો આરોપી કમલેશ બુચા ડામોર રહે.સીયાલી તા.જોબટ જી.અલીરાજપુર (એમ.પી) વાળો હાલે મધ્યપ્રદેશ ખાતે તેના રહેણાંક મકાને હોવાની બાતમી મળી હતી. જે બાતમી મળતા તાત્કાલિક સ્ટાફની ટીમ બનાવી મધ્યપ્રદેશ ખાતે મોકલતા તે તપાસ કરતા ગુન્હામાં નાસતો ફરતો આરોપી કમલેશ બુચા ડામોર જી.અલીરાજપુર (એમ.પી) વાળો સીયાલી ગામ બંગલા કળીયા ચોકડી ખાતેથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામાં આવ્યો છે… આમ, ટંકારા પોલીસ સ્ટેશનના મંદિર ચોરીના ગુન્હામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળી છે.
જેમાં એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી, પોલીસ ઇન્સ્પેકટર વી.એન.પરમાર, એસ.આઇ.પટેલ, બી.ડી.ભટ્ટ તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી…