હળવદના જુના દેવળીયા ગામેથી પ્રોહિબીશનના ગુનામાં પાંચ માસથી નાસતા ફરતા અને અગાઉ મારામારી, ચોરી, જુગાર, પ્રોહીબીશનના ગુનામાં ઘણી વખત પોલીસ ચોપડે ચડી ચૂકલા રીઢા આરોપીને મોરબી એલ.સી.બી દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીએ ગુનાના કામે નાસતા ફરતા, પેરોલ જમ્પ, જેલ ફરારી તેમજ તાજેતરમાં રજીસ્ટર થયેલ ગુનાઓમાં પકડવાના બાકી આરોપીઓને પકડી પાડવા એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને જરૂરી સુચના કરતા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ વી.એન.પરમાર પોલીસ ઇન્સ્પેકટર પેરોલ ફર્લો સ્કવોડ, બી.ડી.ભટ્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબીના સ્ટાફના માણસો સાથે કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન HC ચંદુભાઇ કાણોતરા, શકિતસિંહ ઝાલા, PC દશરથસિંહ પરમાર, PC ભગીરથસિંહ ઝાલાને સંયુકતમાં બાતમી મળી કે હળવદ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૦૦૭૫/૨૦૨૫ પ્રોહિ કલમ ૬૫(એ)(ઇ),૧૧૬(બી), ૮૧ ના ગુનાના કામે પાંચેક માસથી નાસતો ફરતો આરોપી વિજય જયંતિભાઇ અઘારા રહે.જુના દેવળીયા હળવદ તાલુકા વાળો હાલ જુના દેવળીયા ગામે આવેલ હોવાની બાતમીના આધારે તપાસ કરતા ફરાર આરોપી વિજય જયંતિભાઇ અધારાને આજરોજ હસ્તગત કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા કાર્યવાહી હાથ ધરી છે. જે આરોપી વિરૂદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ૨૨ જેટલા ગુન્હાઓ નોંધાઇ ચૂક્યા છે.
જેમાં એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી, વી.એન.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ, બી.ડી.ભટ્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.