ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારના ઘુનડા (સ.) ગામ નજીક આવેલ વીડીમાંથી મળી આવેલ નવજાત બાળકને ત્યજી દેનાર આરોપી માતા પિતાને પકડી લડવામાં આવ્યા છે. આમ, મોરબી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નવજાત બાળકને ત્યજી દેનાર માતા પિતાને શોધી અનડીટેક્ટ ગુનો ડિરેકટ કરી ઉમદા કામગીરી કરવામાં આવી છે.
ગત તા.૧૯ માર્ચ ના રોજ ટંકારા તાલુકાના ઘુનડા (સ.) ગામની સીમ નવા ગામ રોડ લક્ષદીપ કારખાનાની સામે વિડીમાં બનવા પામ્યો હતો.જે બનાવમાં કોઈ અજાણી સ્ત્રી તથા તપાસમાં ખુલે તે આરોપીએ પોતાની કુખે ત્રણ ચાર દીવસનુ પુરૂષ જાતીનું તાજુ જન્મેલ બાળક જીવતા બાળકનો જન્મ છુપાવવાના ઇરાદે અસુરક્ષીત જગ્યાએ મુકી બાળકને ત્યજી દઇ ગુનો કર્યો હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઈ હતી.જે ગુનો ઉકેલવા માટે અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીએ જરૂરી સુચના તથા માર્ગદર્શન હેઠળ તેમજ મોરબી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સપેકટર એમ.પી.પંડયાની સુચના મુજબ પેરોલ ફર્લો સ્કોડના પોલીસ ઇન્સ્પેકટર વી.એન.પરમાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી.ભટ્ટ, એસ.આઇ.પટેલ, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફના માણસો કાર્યરત હતા. તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી.ભટ્ટ, એ.એસ.આઇ. જિજ્ઞાશાબેન કણસાગરા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદુભાઇ કાળુભાઇ કાળોતરા, પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ ગગુભા પરમાર, ભગીરથસિંહ વિજયસિંહ ઝાલા સ્ટાફના માણસો ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વણશોધાયેલ ગુનો શોધી કાઢવા અંગે કાર્યરત હતા.
કેવી રીતે ઉકેલાયો ગુનાનો ભેદ?
મોરબી એલસીબી ટીમે બનાવ સ્થળની વીઝીટ કરી બનાવ વાળી જગ્યાની આજુબાજુમાંથી સેલ.આઇ.ડી (તે દિવસે બનાવ વાળા વિસ્તારમાં હાજર મોબાઈલ નંબર નું લિસ્ટ), સી.સી.ટી.વી. ફૂટેઝ લેવામાં આવ્યા હતા.તેમજ ત્યજી દીધેલ બાળકના શરીરે ગુલાબી કલરના કપડા પહેરાવેલ હોય જેની ઉપર સામુહીક આરોગ્ય કેંદ્ર ભાભર લખેલું હતું. તેથી તે દીશામાં તપાસ કરતા ભાભર સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસ કરાવતા જાણવા મળ્યું કે ગુનામાં સંડોવાયેલ અજાણી સ્ત્રી તથા તેના પતી બન્ને બનાસકાંઠા જિલ્લાના ભાભરના વતની છે અને આ બાળકે જેના કુખે જન્મ લીધેલું છે તે સ્ત્રીનુ નામ દક્ષાબેન રમેશભાઇ ઠાકોર અને તેમના પતિનુ નામ રમેશભાઈ પ્રેમજીભાઈ ઠાકોર રહે.ભાભર જી.બનાસકાંઠા વાળા હોવાનુ જાણવા મળ્યું હતું. તેઓ બન્ને પતિ-પત્ની એ મળી આ પોતાના તાજા જન્મેલ બાળકની ઓળખ છુપાવવા માટે ત્યજી દઇ ગુનો કર્યા હોવાનુ જાણવા મળ્યુ હતું. જેથી બન્નેની તપાસમાં હતા તે દરમિયાન હ્યુમન ઇન્ટેલીજંસ ટેકનીકલ માધ્યમ તેમજ ખાનગી બાતમી મળી કે, આ બન્ને પતિ-પત્ની હાલે ટંકારા તાલુકાના મિતાણા ગામના બ્રીજ નીચે ઊભા છે. જેથી આ જગ્યા જઇ તપાસ કરતા બંને નામ વાળા આરોપીઓ મળી આવતા હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપ્યા છે.
આ કામગીરી માં એલસીબી પીઆઈ એમ.પી.પંડયા,પેરોલ ફર્લો સ્કોડ પીઆઈ વી.એન. પરમાર,પીએસઆઈ બી.ડી.ભટ્ટ, એસ.આઈ.પટેલ,એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફ સહિતના જોડાયા હતા.