રાજકોટ રેન્જ આઇ.જી અશોક કુમાર યાદવની સુચના મુજબ મોરબી જિલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન ઉપર છુટેલ, જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને પકડવા સારૂ ખાસ ઝુંબેશનુ આયોજન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એલ.સી.બી.ની પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ખુનના ગંભીર ગુનામાં સંડોવાયેલ કાચા કામના કેદી વચગાળાના જામીન ઉપરથી જેલ ફરારી થયેલ જેને પકડી જેલ હવાલે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી.ની પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે હકિકત મળેલ કે, માળીયા મિંયાણા પોલીસ સ્ટેશનનાં મર્ડરનાં ગુન્હાના કામે નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ખાતેથી ૦૭ દિનના ટેમ્પરરી જામીન મેળવી જેલ મુકત થયેલ હોય જે કાચા કામનો કેદી રજા પૂર્ણ થતાં પરત મોરબી જેલમાં હાજર નહી થઇ વચગાળાના જામીન ઉપરથી જેલ ફરાર થયેલ જે કાચા કામના કેદી સુનિલભાઇ લાભુભાઇ કોરડીયા (રહે. વેણાસર તા.મા.મી.જી.મોરબી) હળવદ તાલુકાના માનગઢ ગામની સીમમાં હોવાની હકીકત મળેલ હોય જે હકિકતનાં આધારે સ્ટાફ સાથે તપાસ કરતા મજકુર કાચા કામનો કેદી સુનિલ લાભુભાઇ કોરડીયા મળી આવતા તેને હસ્તગત કરી મોરબી સબ જેલ હવાલે કરવામાં આવેલ છે.