Saturday, July 5, 2025
HomeGujaratસાધુના વેશમાં લૂંટારાને ઝડપી લેતી મોરબી એલસીબી:હળવદમાં ખેડૂતને લૂંટી લેનાર બંને અઠંગ...

સાધુના વેશમાં લૂંટારાને ઝડપી લેતી મોરબી એલસીબી:હળવદમાં ખેડૂતને લૂંટી લેનાર બંને અઠંગ ગુનેગારોને વાંકાનેરથી દબોચી લેવાયા

મોરબી જીલ્લાના હળવદ નજીક ઢવાણા ગામના પાટીયા પાસે એક ઇસમે સાધુના વેશમાં તેમજ સ્વીફ્ટ ચાલક એમ બંન્નેએ સાથે મળી ખેડુતના રૂપિયા ૧,૨૨,૦૦૦/- જુટવી લઇ ગયા હતા.જે બંન્ને ઇસમોને સ્વીફ્ટ કાર તેમજ રોકડા રૂપીયા સાથે મોરબી એલસીબી પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમે પકડી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા.૦૩/૦૬/૨૦૨૫ ના રોજ બપોરના સાડા ત્રણેક વાગ્યાના સમયે ફરીયાદી પોતાની ખેતીની ઉપજના રૂપિયા પોતાના મોટર સાયકલ લઇ હળવદથી જીવા ગામ તરફ જતા ઢવાણા ગામના પાટીયા પાસે એક કાળા જેવા કલરની સ્વીફ્ટકારમાં એક ઇસમ સાધુ જેવા વેશમાં બેસી તેમજ બીજો ઇસમ કાર ચલાવી આવી ફરીયાદીને મોટર સાયકલ રોકવા ઇસારો કરતા ફરીયાદીએ પોતાનું મોટર સાયકલ ઉભુ રાખતા તેને શીવ મંદિર બાબતે પુછી ફરીયાદીને કહ્યું કે તમે ભાગ્યશાળી છો તમને આવા સાધુના દર્શન થયાં છે. તેમ કહેતા ફરીયાદી તેની પાસે જતા ફરીયાદી પાસે પાકીટમાં રહેલ રૂપિયા તેમજ તલ વેચાણના રૂપિયા મળી કુલ રૂપિયા ૧,૨૨,૦૦૦/- ની ફરીયાદી પાસેથી બળજબરીથી જુટવી બંન્ને આરોપીઓએ એકબીજાએ મદદગારી કરી લઈ નાશી જતા તે બાબતે હળવદ પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં.-૦૫૪૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૦૪(૨),૫૪ મુજબનો ગુનો દાખલ કર્યો હતો.

જેને લઇને અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી જીલ્લાએ મોરબી જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુના અટકાવવા માટે તેમજ બળજબરીથી જુટવી લેનાર ઇસમોને તાત્કાલીક પકડી ગુનો શોધી કાઢવા એમ. પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.મોરબીને જરૂરી સુચના આપી હતી. જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેકટર એલ.સી. બી.મોરબીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન.પરમાર તથા એલ.સી. બી./પેરોલ ફર્લો સ્ટાફના માણસો મીલકત સબંધી ગુના શોધી કાઢવા કાર્યરત હતા. જે બાબતે એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડની ટીમોને સી.સી.ટી.વી ચેક કરવા તેમજ બાતમીદારો મારફતે આરોપીઓને શોધી કાઢવા આજરોજ તા.૦૭/૦૬/૨૦૨૫ના રોજ પેરોલફર્લો સ્કોડ/એલ.સી.બી.ના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન HC ઇશ્વરભાઇ કલોતરા, HC ભરતભાઇ જીલરીયાને સંયુક્ત બાતમી મળી કેસાધુ જેવો માણસ તેમજ એક કાર ચાલક બંન્ને પાસેની કાર હતી તે ગ્રે કલરની સ્વીફ્ટ કાર છે. અને તે બંન્ને માણસો વાંકાનેર ભોજપરા વિસ્તારના છે. જેમાં એકનુ નામ ધારુનાથ અને બીજાનુ નામ બહાદુરનાથ છે તે બંન્ને કાર તેમજ રોકડા રૂપિયા સાથે હાલમાં રાતાભેરથી માથક જવાના રસ્તાએ હોવાની ખાનગી માહિતી મળતાં બે પંચો, પોલીસ સ્ટાફ સાથે તપાસ કરતા તે જગ્યાએ ગુન્હામાં ઉપયોગ કરેલ સ્વીફ્ટ કાર રજી.નં.GJ-36AJ 6957 વાળી તેમજ બહાદુરનાથ સુરમનાથ પરમાર અને ધારૂનાથ જવેરીનાથ સોલંકી નામનાં બંન્ને ઇસમોને મુદામાલના કુલ રોકડા રૂપીયા ૧,૨૦,૦૦૦/- તેમજ ગુનામાં વપરાયેલ સ્વીફ્ટ કાર કિંમત રૂ. ૪,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૫,૨૦,૦૦૦/- ના મુદામાલ સાથે હસ્તગત કરી વણશોધાયેલ ગુનો શોધી કાઢી આરોપીઓને આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવ્યા છે… જે આરોપી સાધુ વેશના કપડાં પહેરી વાતોમાં ભોળવી રૂપિયા બળજબરીથી કાઢવી લેવાની એમો ધરાવે છે. જેમાં આરોપી બહાદુરનાથ સુરમનાથ પરમાર પર છ પોલીસ સ્ટેશનમાં અને ધારુંનાથ જવેરનાથ સોલંકી પર બે પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયા છે.

આ સફળ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.પી.પંડયા, પેરોલ ફર્લો સ્ક્વોડ પીઆઇ વી.એન.પરમાર,પીએસઆઇ બી.ડી.ભટ્ટ અને એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ ટીમ મોરબીના સ્ટાફના માણસો જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!