રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા મોરબી જીલ્લા માં અસામાજિક પ્રવૃતિઓ ડામવા ખાસ સંકલ્પ : માળીયા મી.વિસ્તાર છેલ્લા કેટલાક વર્ષોથી અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું હોવાની ગ્રામ્ય પંથકમાં ચર્ચાઓ : શું મોરબી જીલ્લામાં પણ રાજકોટ વાળી થશે ??
રાજકોટ રેન્જ આઇજી અશોકુમાંર યાદવનાં માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા પોલીસ સ્પેશ્યલ ડ્રાઇવ અને દારૂ જુગાર તેમજ એસસોજીની કામગીરી માં હાલ અવ્વલ નંબર મેળવી રહી છે ત્યારે મોરબી જિલ્લાનું માળીયા મિયાણા પોલીસ મથક પોલીસ આંમ તો સજાનાં પોલીસ સ્ટેશનની યાદીમાં માનવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા આં માળીયા મીયાણા પોલીસમથકના ઉંડા વિસ્તાર અને ભૌગોલિક સ્થિતિ નો લાભ લઈ પોલીસનાં પહોંચી શકે એવી જગ્યાએ ગેર કાયદેસરના ધંધાઓ કરે છે અને પોલીસને બાતમી મળે તેના જ સહકર્મીઓ દ્વારા માહિતી બૂટલેગરો સુધી પહોંચાડી દેતા હોય છે અને આ રીતે જુદી જ મોડસ ઓપરેન્ડરી થી ગુના આચરી રહ્યા છે.જે નવલખી પોર્ટ થી શરૂ થઈ કચ્છ હાઇવે સુધી ટચ કરે છે જેમાં ડીઝલ ચોરી,કોલસા ચોરી,ખનીજ ચોરી,લોખંડ ચોરી,કેમિકલ ચોરી,બોકસાઈટ સહિતના ધંધાઓ અસમાજિક તત્વો માટે મુખ્ય ધંધાઓ માનવામાં આવે છે અને પોલીસ તો ઠીક ધંધાર્થીઓ પણ પોલીસને જવાબ નાં આપે એટલી હદે મોટા થઈ ગયા છે એટલું જ નહિ માળીયા મિયાણા પોલીસ મથકના પોલીસકર્મીઓ અને બ્રાન્ચના અમુક પોલીસના સગા વ્હાલા અને સ્નેહીજનો પણ આં ધંધામાં ભાગ રાખતા અચકાતા નથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓને ધ્યાનમાં રાખી સાથે રહેતા વિશ્વાસુ માનતા પોલીસ જ અધિકારીઓની આંખમાં ધૂળ નાખી પોતે આં ધંધાના ભાગીદાર બની જતા હોય છે અને તેઓ સાથે હોય તો જ આવા અસામાજિક તત્વો ધંધો કરી શકે છે હાલ મોરબી જીલ્લામાં અમુક ચોક્કસ પોલીસકર્મીઓ પોતાના હોદા નો પુરે પૂરો ઉપયોગ કરે છે હવે આને દુરુપયોગ કહેવો કે ઉપયોગ એ પોત પોતાની વિચારસરણી પર આધાર રાખે છે પરંતુ મોરબી માં આવા અમુક પોલીસકર્મીઓ નાં લીધે બીજી પોલીસ સામે બૂટલેગરો અને સામાજીક તત્વો કે જે પોલીસ સામે પાણી ભરે છે તે વટથી ચાલે છે અને જેનો ભોગ સારા ઈમાનદાર પોલીસકર્મીઓને ભોગવવો પડે છે જો તેઓ આવા તત્વો સામે પડે તો તેઓને એસીબીનાં ખોટા કેસમાં ફીટ કરી દેવાની આવા ધંધાર્થીઓ દ્વારા ધમકી આપવામાં આવે છે અને આ પણ ધંધાર્થીઓ સાથે સંકળાયેલી પોલીસ જ શીખવે છે જેથી મોરબી પોલીસકર્મીઓના પોતાના જ કોઈ આવા પોલીસ સામે બંડ પોકારી શકતા નથી કેમ કે જો ખુલ્લા થાય તો ડીપાર્ટમેન્ટનું જ ખરાબ દેખાય માટે આવા સારા કર્મનિષ્ઠ પોલીસને તેને નાં ગમતું હોય તો પણ જતું કરી આંખ આડા કાન કરી દેવા પડે છે ત્યારે ગત રાત્રીના એસપી રાહુલ ત્રિપાઠી નીનસુચનાથી એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ અને પીએસઆઈ કે જે ચૌહાણ સહિત ની એલસીબી ટીમ દ્વારા આજે માળીયા જામનગર હાઇવે પર આવેલ હોટેલ પાછળ ચાલતા ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરી દિધો છે જેમાં આરોપી હરદેવ ઉર્ફે લાલો પ્રભાતભાઈ બોરીચા રહે જસાપર તા.માળીયા જી.મોરબી અને વિનોદ મેવાલાલ પટેલ રહે.મછલ્લી શેહર જી.જોનપુર ઉત્તરપ્રદેશ વાળાની ટ્રક અને ચોરીના ડીઝલ નાં મુદામાલ મળી કુલ ૩૯.૦૨ લાખ સાથે ધરપકડ કરી છે જ્યારે ત્રીજો આરોપી હકા બાબુ ચાવડા રહે.મોરબી વાળાની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે આ એક માળીયા મિયાણા પોલીસમથક વિસ્તારમાં આવતું એલીસિબી દ્વારા પકડવામાં આવેલ આં ડીઝલ ચોરી રેકેટ એક નાનું નજરાણું છે આવા અનેક કોભાંડ આં વિસ્તારમાં ચાલતા હોવાની ચર્ચાઓ પણ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે ત્યારે જો પકડાયેલ આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવે તો માળીયા પોલીસના પણ અનેક રાજ ખૂલે તેમ એવી ચર્ચાઓ પણ જોરશોરથી ઉઠવા પામી છે. ત્યારે માળીયા મિયાણા નાં નવલખી અને અન્ય આવા વિસ્તારો જ્યાં પોલીસ નાં પહોચી શકે અથવા પોલીસ પહોંચે એ પહેલા તેઓને બાતમી મળી જતી હોય છે તેના પર આં મોરબી એલસીબી નો તમાચો છે.હાલ પોલીસે આરોપીઓ કેટલાં સમયથી આં ડીઝલ ચોરી કરી રહ્યા હતા અને કોની મીઠી નજર હેઠળ આં ડીઝલ ચોરી ચાલુ હતી તેની તપાસ હાથ ધરી છે.ત્યારે ભરૂચ માં જેમ સ્ટેટ મોનીટરીંગ સેલ નાં અધિકારીઓના લોકેશન ની માહિતી વહેચી કમાણી કરતા પોલીસકર્મીઓ જેવું ક્યાંક મોરબીમાં પણ નથી ને તે તપાસ જરૂરી છે હાલ મોરબી પોલીસ વિભાગનો મોટો વર્ગ પોલીસનું મોરલ જળવાઈ રહે અને પોલીસ અને બૂટલેગરો તેમજ અસામાજિક તત્વો વચ્ચેનો ગેપ જે ઘટી ગયો છે તે સંતુલન જળવાઈ રહે તેવું ઈચ્છી રહ્યા છે.