Friday, December 27, 2024
HomeGujaratમોરબીના જેતપર ગામેથી કારનો પીછો કરી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણને પકડી...

મોરબીના જેતપર ગામેથી કારનો પીછો કરી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણને પકડી પાડતી મોરબી એલસીબી

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી ટીમ તાલુકાના જેતપર ગામે પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મહાદેવભાઈ પો.હેડ.કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને ખાનગીરાહે બાતમી મળેલ કે અલ્ટો કાર નં. જીજે-૨૭-સી-૧૬૮૬ વાળીમાં ગે.કા. ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી કચ્છ તરફથી મોરબી બાજુ આવતી હોવાની બાતમી નાં આધારે મોરબી-માળીયા હાઈવે પર નાગડાવાસ ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાન કાર માળીયા તરફથી ફુલ સ્પીડમાં આવતા તેને રોકવા ઈશારો કરતા હાઈવે પર ટ્રાફિક નો લાભ લઈ કાર રોકેલ નહીં જે કારનો પીછો કરતા કારચાલકે કાર હરીપર કેરાળા ગામ તરફનાં રસ્તે થઈ જેતપર ગામ તરફ ભાગવા લાગતા કારનો પીછો કરી જેતપર ગામે ભરવાડવાસ પાસેથી આરોપી લાલાભાઈ ઉર્ફે ભાવલો મહાદેવભાઈ બોહરીયા(રહે.ધાણીથર તા.રાપર) , રાજુભાઈ વજાભાઇ ખીટ (રહે. પલાસવા તા.રાપર) અને શંભુભાઈ રૂખડભાઈ ડાંગર (રહે. બાલાસરી તા.રાપર) એમ ત્રણ ઈસમોને મારુતિ અલ્ટો કાર નં. જીજે-૨૭-સી-૧૬૮૬ માં વિદેશી દારૂ જુદી જુદી બ્રાન્ડની બોટલો નંગ ૧૩૨ (કિંમત રૂ.૪૨,૩૦૦/-) તથા અલ્ટો કાર કિંમત રૂ.૧,૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ ૩ કીમત રૂ.૯૦૦૦/- એમ કુલ મુદ્દામાલ કિં. રૂ. ૧,૫૧,૩૦૦/- સાથે ઝડપી પાડી એલસીબી ટીમે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલ છે. તો આ દારૂનો જથ્થો રોહિતભાઈ આહિર (રહે-ગાંધીધામ)એ મેકલેલ હોવાનું ખુલતા પોલીસે તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!