Friday, December 27, 2024
HomeGujaratમોરબી એલ.સી.બી.ને મળી મોટી સફળતા : વિદેશીદારૂનાં મોટા જથ્થા સાથે ચારની ધરપકડ,...

મોરબી એલ.સી.બી.ને મળી મોટી સફળતા : વિદેશીદારૂનાં મોટા જથ્થા સાથે ચારની ધરપકડ, એક ફરાર

સમગ્ર ગુજરાત સહીત મોરબી જિલ્લામાં શેરીએ-ગલીએ દારૂ વેચાય છે. તે અંગે તો સૌ કોઈ વાકેફ જ છે. તેમજ આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈ મોરબી જિલ્લામાં પ્રોહીબીશન –જુગારની પ્રવૃતિ અટકાવવા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા પોલીસ તંત્રને સૂચનો આપવામાં આવ્યા છે. જેને લઇ પોલીસ તંત્ર દ્વારા પણ ઠેર-ઠેર રેઇડ કરવામાં આવી રહી છે. જેને પગલે મોરબી એલ.સી.બી.ને દારૂનો મોટો જથ્થો પકડવામાં સફળતા મળી છે. મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં પીપળીરોડ પર આવેલ લોડર્સઇનઇકો હોટલ પાછળ આવેલ એક ગોડાઉનમાંથી મોરબી એલ.સી.બી.એ વિદેશીદારૂની રૂ.૩૦,૬૦,૩૦૦/- કિંમતની કુલ ૭૪૧૬ બોટલો સાથે ચાર આરોપીને ઝડપી પાડ્યા છે. જયારે એક આરોપી ફરાર છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી એલ.સી.બી.ની પેરોલ ફર્લો સ્કવોડના અધિકારીઓને બાતમી મળી હતી કે, પીપળી રોડ ઉપર આવેલ હોટલ લોર્ડસ ઇકોઇનની પાછળ આવેલ યુનિર્વસલ ઇન્ડસ્ટ્રીઝ પાસે જેઠાભાઇ કરમશીભાઇ નકુમના ગોડાઉનમાં મુકેશ પીરારામ બિશ્નોઇ, સાહીદ ઉમરભાઇ ચાનીયા તેના મળતીયા સાથે મોટા પ્રમાણ ભારતીય બનાવટનો વિદેશીદારૂનો મોટો જથ્થો અન્ય રાજ્યમાંથી અહીં લાવી તેનો સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે. જે હકીકતના આધારે મોરબી એલ.સી.બી.ની પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા રેઇડ કરવામાં આવતા સાહીદ ઉર્ફે ચકો ઉમરભાઇ ચાનીયા, ઇમરાનભાઇ ઉમરભાઇ ચાનીયા, રેનીશ ઉર્ફે રઇશ ભાણો ફિરોજભાઇ અંદાની અને યુનુશ અલીભાઇ પલેજા એમ કુલ ચાર ઇસમો વિદેશીદારૂની રૂ.૩૦,૬૦,૩૦૦/- કિંમતની કુલ ૭૪૧૬ બોટલો સાથે સાથે પકડાયા હતા. તેમજ પોલીસે આરોપીઓની બોલેરો કાર સહીત કુલ રૂ. ૩૬,૫૭,૮૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે અન્ય એક મુકેશ પીરારામ બિશ્નોઇ નામનો આરોપી ફરાર છે. જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!