મોરબી શહેરમાં ફોન પડી ગયાં હોય કે ખોવાઇ ગયા હોય તેવા ફોન ગોતીને શહેરની પોલીસે લોકોને પરત કર્યા છે. મોરબી એલ.સી.બી પોલીસ અને તાલુકા પોલીસે 66 મોબાઇલનાં કુલ રૂ.10,55,041 શોધી કાઢી નાગરિકોને પરત આપ્યા છે.

મળતી માહિતી અનુસાર, ચાલુ વાહન દરમિયાન પડી ગયા હોય, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં ભૂલાય ગયા હોય કે કોઈ વસ્તુની ખરીદી દરમિયાન દુકાન કે લારી ખાતે ભૂલાય ગયા હોય તેવા મોબાઇલ પરત મેળવવા માટે અરજદાર દ્વારા અરજી કરી હોય તે અરજી પર મોરબી એલ.સી.બી અને તાલુકા પોલીસ દ્વારા ટેકનિકલ માધ્યમ અને ફિલ્ડ વર્ક દ્વારા અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ જેમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા 24 નંગ કીમત રૂ.3,60,000 અને મોરબી એલ.સી.બી. દ્વારા 42 નંગ મોબાઇલ રૂ.6,95,041 ના મળી કુલ 66 મોબાઇલ રૂ.10,55,041 કિંમતના ફોન શહેરીજનોને પરત કર્યા છે.









