ગુજરાતનાં DGPએ સમગ્ર ગુજરાતમાં આગામી સમયમાં વિધાન સભાની સામાન્ય ચુટણી-૨૦૨૨ માં કાયદો અને વયસ્થાની પરીસ્થિતી જળવાય રહે અને સમગ્ર ચુંટણી મુકત અને ન્યાય વાતાવરણમાં યોજાય તેવા હેતુસર આવા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વાહન અકસ્માતના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંછે પકડી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, DGPના આદેશ બાદ રાજકોટ રેન્જ IG અશોકકુમાર યાદવે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીને સુચના કરેલ હોય જેથી તેઓએ કે.જે.ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર મોરબીનાઓને નાસતા ફરતા આરોપીઓને પકડવા જરૂરી સુચના માર્ગદર્શન આપતા મોરબી એલ.સી.બી.ના PSI એન.એચ.ચુડાસમા અને મોરબીના એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશને વાહન અકસ્માતના ગુનામાં નાસતો ફરતો આરોપી રોહનકુમાર ઉર્ફે શત્રુઘ્ન જગન યાદવ હાલ વાંકાનેર તાલુકાના માટેલ રોડ, ઉપર એસીકોન કંપનીમાં ટ્રક લઇ માલ લોડીંગ કરવા આવેલ હોવાની હકિકત મળતા સ્ટાફ સાથે માટેલ રોડ ઉપર એસીકોન કંપનીમાં તપાસ કરતા આરોપી મળી આવેલ હતો. ત્યારે પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…