રાજકોટ રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવની સુચના મુજબ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન ઉપર છુટેલ, જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને પકડવા સારૂ ખાસ ઝુંબેશનુ આયોજન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન ખુનના ગંભીર ગુનામાં સંડોવાયેલ કાચા કામના કેદી વચગાળાના જામીન ઉપરથી જેલ ફરારી થયેલ જેને પકડી જેલ હવાલે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. પી.આઇ ડી.એમ. ઢોલને મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન ઉપર છુટેલ, જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને પકડવા સારૂ ખાસ ઝુંબેશનુ આયોજન કરેલ હોય જે કામગીરી અસરકારક રીતે કરવા સારૂ જરૂરી માર્ગદર્શન તથા સુચના કરતા પી.આઇ. એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડની ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હત્યાનાં ગુન્હાના કામે ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ખાતેથી ૧૪ દિનના ટેમ્પરરી જામીન મેળવી જેલ મુકત થયેલ હોય જે કાચા કામનો કેદી રજા પૂર્ણ થતાં પરત મોરબી જેલમાં હાજર નહી થઇ વચગાળાના જામીન ઉપરથી જેલ ફરાર થયેલ જે કાચા કામના કેદી હરેશભાઇ ઉર્ફે ઉગો દેવસીભાઇ ચારોલીયા (રહે. મોરબી વાળો મોરબી) ગાંધીચોક ખાતે હોવાની હકીકત મળેલ હોય જે હકિકત આધારે સ્ટાફ સાથે તપાસ કરતા મજકુર કાચા કામનો કેદી હરેશભાઇ ઉર્ફે ઉંગો મળી આવતા તેને હસ્તગત કરી મોરબી સબ જેલ હવાલે કરવામાં આવેલ છે.