મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે એલસીબી પીઆઈ એમ.આર.ગોઢાણીયાને સુચના આપતા પીએસઆઈ એન.બી.ડાભી,પીએસઆઈ એન.એચ.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લાના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા કાર્યરત હતી તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળી હતી કે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.૪૭/૨૦૨૨ આઇ.પી.સી.કલમ-૩૮૦,૪૫૭,૧૧૪ તથા ટંકારા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૬૯/૨૦૨૨ આઇ.પી.સી.કલમ-૩૮૦,૪૫૭,૧૧૪ મુજબ ઘરફોડ ચોરીના અલગ અલગ બે ગુનાઓમાં નાસતો ફરતો આરોપી સુરેશભાઇ લખમણભાઇ દેવીપુજક (રહે.મોટા હડમતીયા તા.વીંછીયા જી.રાજકોટ)વાળો વીછીંયા તાલુકાના મોટા હડમતીયા ગામે પોતાનાં ઘરે આવ્યો છે જેને આધારે તુરંત જ એલસીબી પીએસઆઈ એન.એચ.ચુડાસમા દ્વારા ટીમ બનાવી બાતમી મુજબના સરનામે એટલેકે મોટા હડમતીયા ગામે આરોપીના રહેણાંક મકાને દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાં ઘરફોડ ચોરીના બે- બે ગુનાઓમાં ફરાર આરોપી સુરેશભાઇ લખમણભાઇ સાથલીયાને ઝડપી પાડીને વધુ કાર્યવાહી અર્થે ટંકારાન પોલીસને સોંપવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કામગીરીમાં એસલીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઈ એન.બી.ડાભી,પીએસઆઈ એન.એચ.ચુડાસમા,પીએસઆઈ એ.ડી.જાડેજા તથા એએસઆઇ પોલાભાઇ ખાંભરા, રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, કૌશીકભાઇ મારવણીયા, દિલીપભાઇ ચૌહાણ, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, શકિતસિંહ ઝાલા, જયેશભાઇ વાઘેલા, દશરથસિંહ ચાવડા, ચંદ્રકાંતભાઇ વામજા, યોગીરાજસિંહ જાડેજા, વિક્રમભાઇ કુગસીયા, રવિરાજસિંહ ઝાલા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા સહિતનાં જોડાયા હતા.