Thursday, April 25, 2024
HomeGujarat૩૦ કિલો ચાંદીની ચોરીનાં ગુનામાં નાસી ગયેલ આરોપીને પકડી પાડતી મોરબી એલસીબી

૩૦ કિલો ચાંદીની ચોરીનાં ગુનામાં નાસી ગયેલ આરોપીને પકડી પાડતી મોરબી એલસીબી

તમીલનાડુ રાજયના માયલાપુર (ચેન્નઇ) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ નોકર ચોરીના ગુન્હામાં નાસી ગયેલ આરોપીને ૩૦ કિલો ચાંદી કિ.રૂ.૧૮,૦૦,૦૦૦/ ના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લેતી મોરબી એલ.સી.બી.

- Advertisement -
- Advertisement -

આજરોજ તમીલનાડુ રાજયના માયલાપુર (ચેન્નઇ) જિલ્લાના માયલાપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૬૦/૨૦૨૧ આઇ.પી.સી.ક. ૩૮૧ મુજબનો ગુન્હાના કામે આરોપી ૩૦ કિલો ચાંદીની નોકર ચોરી કરી નાસી ભાગી મોરબી તરફ આવેલ હોય જેથી આરોપી તથા મુદામાલની તપાસમાં (ચેન્નઇ) માયલાપુર પોલીસ સ્ટેશનની ટીમ તપાસ અર્થે મોરબી આવતા તેઓની સાથે મદદમાં રહી આરોપી મુદામાલ બાબતે તપાસ કરતા મોરબી, રંગપર રોડ ઉપરથી ગુન્હામાં સંડોવાયેલ આરોપી ચેતનસીંગ સુરજીતસીંગ રાવત (ઉ.વ.ર૩, રહે. જાલીયા-૧ તા.બ્યાવર જી.અજમેર (રાજસ્થાન)) વાળાને ચોરીમાં ગયેલ ૩૦ કિલો ચાંદી કિ.રૂ. ૧૮,૦૦,૦૦૦/- ના મુદામાલ સાથે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મુદામાલ તથા આરોપીને માયલાપુર (ચેન્નઈ) પોલીસની ટીમને સોંપી આપેલ છે,

આ કામગીરીમાં વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી તથા પો.સબ ઇન્સ. એન. બી.ડાભી, એ.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રસિકભાઇ ચાવડા, સંજયભાઇ પટેલ, રજનીભાઇ કેલા તથા પો.હેડ.કોન્સ. દીલીપભાઇ ચૌધરી તથા પોલીસ કોન્સ. નંદલાલ વરમોરા સહિતનાઓ રોકાયેલા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!