મોરબી જિલ્લાના હળવદ તથા ટંકારા તાલુકામાં ઘરફોડ ચોરી કરતી રીઢા ચોરોની ટોળકીથી આતંક ફેલાયો હતો. હળવદ તથા ટંકારામાં કુલ ચાર ઘરફોડ ચોરીને અંજામ આપનાર ટોળકીને પકડી પાડવા પોલીસ તથા વિવિધ એજન્સી એક્ટિવ થઇ હતી. ત્યારે મોરબી એલસીબી એ બાતમીદારો અને ટેકનીકલ સર્વેલન્સના આધારે આંઠ શખ્સોને પકડી પાડી ૪ ધરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
મળતી માહિતી અનુસાર, હળવદ તથા ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવોએ માજા મૂકી હતી. જેથી પોલીસે આ ઘરફોડ ચોરીને અંજામ આપતા ચોરોની ટોળકીને પકડી પાડવા બાતમીદારો તથા વિવિધ એજન્સીઓને દોડતા કર્યા હતા. ત્યારે ટંકારા પોલીસની ટીમે બાતમીના આધારે આ ટોળકીના આઠ શખ્સોને પકડી પાડવામાં સફળતા મેળવી છે. જેમાં પોલીસે વિરેન વિજયભાઇ રાઠોડ (રહે. હાલ મોરબી-૦૨ નટરાજ ફાટક એલ.ઇ.કોલેજના ગ્રાઉન્ડની સામે ઝુપડામાં તા.જી.મોરબી મુળ ગામ બરઝર તા.ભાભાર જી.અલીરાજપુર (એમ.પી.)), દિનેશભાઇ તેજાભાઇ મેડા (રહે. હાલ મોરબી-૦૨, એલ.ઇ. કોલેજ જવાના રસ્તા ઉપર ઝુપડામાં તા.જી. મોરબી મુળ રહે. મુળ ગામ કાલાપીપર તા.જી.જાબુઆ (એમ.પી.)), નકુલ ઉર્ફે નિકુલ કરશનભાઇ મંદરીયા (રહે. હાલ મોરબી-૦૨ ભીમસર વિહોતમાતાજીના મંઢ પાસે તા.જી.મોરબી), રાહુલભાઇ રાજુભાઇ કુંઢીયા (રહે. મોરબી દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ કવાર્ટર બ્લોક નં-બી/૦૨ રૂમ નં-૨૦૨ મુળ ગામ કુંઢ તા.હળવદ જી.મોરબી), પપ્પુભાઇ નવાભાઇ પરમાર (રહે. હાલ મોરબી-૦૨ પાડા પુલ નીચે ઝુપડામાં તા.જી.મોરબી મુળ વરમખેડા પડાવ ફળીયુ તા.જી.દાહોદ), પાંગળાભાઇ નાનજીભાઇ ડામોર (રહે. હાલ મોરબી-૦૨ એલ.ઇ.કોલેજ સામે ઝુપડામાં તા.જી.મોરબી મુળ ગેહલર તા.જી.જાંબુઆ (એમ.પી.)), હરેશભાઇ નરશુભાઇ મોહનીયા (હાલ મોરબી-૦૨ પાડા પુલ નીચે ઝુપડામાં તા.જી.મોરબી મુળ જાંબુકાંઠા નેહલ ફળીયુ તા.જી.દાહોદ) અજય પ્રકાશભાઇ ભુરીયા (રહે. હાલ મોરબી-૦૨ પાડા પુલ નીચે મુળ ગામ બેટમા તા.દેપાલપુર જી.ઇન્દૌર (એમ.પી.)) નામના શખ્સોને પકડી પાડી કોરોના ટેસ્ટ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, વિરેન વિજયભાઇ રાઠોડ તથા દિનેશભાઇ તેજાભાઇ મેડાએ આ રીઢા ચોરોની ટોળકી બનાવી હતી. અને તેઓ જ લીડર શીપ કરી બાકીનાઓને અંગત આર્થીક ફાયદા માટે ઘરફોડ ચોરીના ગુનાઓ આચરવા સમાન પૂરું પાડતા હતા. આરોપીઓએ હળવદ તથા ટંકારા વિસ્તારમાં અલગ અલગ તારીખ અને સમયે વિવિધ ચાર દુકાનો/ ગોડાઉન, મંદિરમાં ઘરફોડ ચોરી કરી હતી. જેમાં તેઓ અનઅધિકૃત રીતે દુકાન/ ગોડાઉનના શર્ટર ઉચા કરી તથા તાળા નકૂચા તોડી અંદર પ્રવેશ કરી ઘરફોડ ચોરીના ગુનાઓ આચરતા જેમાં તેઓએ અત્યારસુધીમાં કુલ રૂ.૧૩,૬૫,૯૦૦/- ની માલ મત્તા મેળવી હતી. જે પોલીસે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.