મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના રાણાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુંટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા ઢુવા ગામ પાસે આવેલ સનહાર્ટ સીરામીકના કારખાનામાંથી પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કવોડની ટીમને બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશ રાજયના જાબુઆ જિલ્લાના રાણાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુંટ ચલાવી નાસતો ફરતો આરોપી શાહીદ નાનકાભાઇ બંડોડ (રહે.છાપરખાંડા તા.રાણપુર જી.જાબુઆ (એમ.પી)) હાલ ઢુવા ગામ પાસે આવેલ સનહાર્ટ સીરામીકના કારખાનામાં કામ કરતો હોવાની ચોકકસ હકીકત મળતા પોલીસે સ્થળ પર તપાસ કરતા નાસતો ફરતો આરોપી શાહીદ નાનકાભાઇ બડોડ સનહાર્ટ સીરામીકના કારખાના ખાતેથી મળી આવતા આરોપીને પકડી પાડી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી આગળની ઘટીત કાર્યવાહી અર્થે જાબુઆ જિલ્લાના રાણાપુર પોલીસ સ્ટેશનને સોપી આપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.