વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ધાડ લૂંટના ગુન્હામાં છેલ્લા ૨૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજ્યના જાંબુઆ જિલ્લા ખાતેથી મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. લૂંટ અને ધાડના ગુન્હાના કામના નાસતો ફરતો આરોપી કાલુ ઉર્ફે હલુ શકરીયા ભુરીયા રહે.કોયાધરીયા તા.જી.જાંબુઆ (એમ.પી)વાળો હાલ મધ્યપ્રદેશ ખાતે તેના રહેણાંક મકાને છે તેવી ખાનગી બાતમી મળતા મધ્યપ્રદેશ પહોચી પકડી આરોપીને વાંકાનેર તાલુકા પોલીસને સુપ્રત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…
મળતી માહિતી અનુસાર, અશોક કુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીએ નાસતા ફરતા, પેરોલ જંપ,જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશનુ આયોજન કર્યું હતું. જે અનુસંધાને એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી મોરબીએ ડ્રાઇવ દરમ્યાન વધુને વધુ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપી હતી. જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી મોરબીના માર્ગદર્શન હેઠળ એસ.આઇ.પટેલ, બી.ડી.ભટ્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી મોરબી, વી.એન.પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબીએ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના HC જયેશભાઇ વાઘેલા, PC બ્રિજેશભાઈ કાસુન્દ્રાને સંયુક્તમાં ખાનગી રીતે બાતમી મળતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ફ.ગુ.ર.નં.૦૯/૨૦૦૦ આઇ.પી.સી.કલમ-૩૯૪, ૧૧૪ વગેરે મુજબના ગુન્હાના કામના નાસતો ફરતો આરોપી કાલુ ઉર્ફે હલુ શકરીયા ભુરીયા રહે.કોયાધરીયા તા.જી.જાંબુઆ (એમ.પી)વાળો હાલ મધ્યપ્રદેશ ખાતે તેના રહેણાંક મકાને હોવાની ચોકકસ બાતમી મળતા તાત્કાલિક સ્ટાફની ટીમ બનાવી મધ્યપ્રદેશ ખાતે મોકલી તે જગ્યાએ જઈ તપાસ કરતા ગુન્હામાં નાસતો ફરતો આરોપી કાલુ ઉર્ફે હલુ શકરીયા ભુરીયા ઉ.વ.૬૦ રહે.કોયાધરીયા (એમ.પી)વાળાને કોયાધરીયા ગામ ભુરીયા ફળીયા તેના રહેણાંક મકાન ખાતેથી પકડી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવી તા.૨૨/૦૧/૨૦૨૫ ના ૦૯:૩૦ વાગ્યે બી.એન.એન.એસ. કલમ ૩૫(૨)જે હેઠળ અટકાયત કરી આગળની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યો છે. આમ, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ધાડ/લુંટના ગુન્હામાં છેલ્લા ૨૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે.
જેમાં એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એન.પરમાર, એસ.આઇ. પટેલ, બી.ડી.ભટ્ટ, એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.