આમ તો જન્મ દિવસની લોકો અલગ અલગ રીતે ઉજવણી કરી ભારે ભરખમ ખર્ચ કરી ને પાર્ટીઓ મનાવતા હોય છે અને અનેક વખત રૂપિયા અને ખાદ્ય પદાર્થોનો વ્યય કરતા હોય છે તો કેટલાક સ્વજનો સાથે કે મિત્રો સાથે ભોજન સમારંભ કરતા હોય છે.
પરંતુ મોરબીના એલસીબીમાં ફરજ બજાવતા PSI કે.એચ.ભોચીયાએ તેમના પુત્ર યશવીરના જન્મ દિવસની ઉજવણી કંઈક અલગ રીતે કરી હતી તેઓએ યશવીરનો જન્મ દિવસ સેવાકાર્યો કરી ઉજવ્યો હતો.જેમાં તેઓએ યદુનંદન ગૌશાળા ખાતે આવેલ વૃદ્ધાશ્રમના વડીલો તથા મનોદિવ્યાંગ લોકોની સાથે સમય વિતાવી તેમને આઈસ્ક્રીમ ખવડાવી એક પ્રેરણા પુરી પડી હતી.તેમજ તેમના પુત્ર ને પણ જીવનભર ની પ્રેરણા પૂરી પાડી અને ખોટા ખર્ચ કરવાને બદલે જરૂરિયાતમંદ અને નિરાધાર લોકો પાછળ ખર્ચ કરવાથી કેવો આનંદ મળે છે તેની પ્રતીતિ કરાવી હતી.