મોરબી એલ.સી.બી. દ્વારા વાંકાનેરના બામણબોર ટોલ પ્લાઝા પાસેથી ટ્રકમાં જીરા મસાલા કોલ્ડ્રીંકની આડમાં લાખોના દારૂ બિયરના જથ્થા સાથે બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે જેમાં જથ્થો મોકલનાર પંજાબનો શખ્સ તેમજ મંગાવનાર એમ કુલ ચાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. દ્વારા બાતમીના આધારે વાંકાનેરના બામણબોર ટોલ પ્લાઝા પાસે એક ટ્રકને રોકી તેમાં તપાસ કરતા ટ્રકમાંથી જીરા મસાલા સોડા ના બોક્ષ ની નીચે 11,436 નંગ બીયર તેમજ 4896 બોટલ વિદેશી દારૂ મળી કુલ રૂપિયા 61,01,040/- અને ટ્રક ,મોબાઈલ કોલ્ડ્રીંક સહિત કુલ રૂપિયા 88.11 લાખમાં મુદામાલ સાથે ટ્રક ડ્રાઈવર નૌશાદ આબિદ તુર્ક (રહે.હિસામપુર મેનાખેર તાલ, બિલારી જિલ્લો.મુરાદાબાદ) તથા કુમારપાલ મહેશ યાદવ (રહે. નુગલા નાસુ, તા:- બિલારી, જિલ્લો:- મુરાદાબાદ) નામના બે શખ્સોને પકડી પડવામાં આવ્યા છે.
તેમજ આ દારૂ બિયરનો જથ્થો મોકલનાર પંજાબનો શખ્સ અને આ જથ્થો મંગાવનાર અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરી ચારે વિરુદ્ધ પ્રોહી એક્ટ: 65 (A)(E), 116(b), 81, 83, 98(2) અને ભારતીય ન્યાય સંહિતા-2023 એક્ટ, કલમો- 336(2), 336(3), 338, 61(2) મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.