મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે કિશનભાઈ જયંતીભાઈ સેરશીયા નામનો વ્યક્તિ પોતાના કબ્જા ભોગવટા વાળા મહેન્દ્રનગર ચોકડી ખાતે આવેલ ઉમા હોટલમાં રૂમ નં. ૨૧૫ તથા રૂમ નં. ૧૫૨ માં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે જુગાર રમાડી સાધનો સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે.જેને આધારે એલસીબીએ દરોડો પાડી કુલ રૂપિયા ૪.૮ લાખ સાથે ૧૫ ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી એલસીબી ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે કિશનભાઈ જયંતીભાઈ શેરસીયા મહેન્દ્રનગર વાળી પોતાના કબ્જા ભોગવટા વાળા મહેન્દ્રનગર ચોકડી ખાતે આવેલ ઉમા હોટલમાં રૂમ નં. ૨૧૫ તથા રૂમ નં. ૧૧૨ માં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર જુગાર રમાડી સાધનો સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જેને આધારે પોલીસે ખાનગી ત્રણ ફોરવ્હીલ વાહનોમાં સ્થળ પર પહોંચી હોટેલમાં બીજા માળે આવેલ રૂમ નં.૨૧૫ દરોડો પાડી જુગાર રમતા કુલ-૦૬ ઇસમો જેમાં હોટેલ માલિક કિશનભાઇ જયંતીભાઈ સેરશીયા, સવજીભાઇ મોહનભાઇ સરડવા, અક્ષયભાઈ રણછોડભાઇ અઘારા,અમ્રુતલાલ ભગવાનજીભાઈ વિરમગામા,ચંદ્રેશભાઇ ભગવાનજીભાઈ લોરીયા અને ભાવેશભાઈ ગોવીંદભાઈ પાંચોટીયાને પકડી પાડયા હતા.
તેમજ હોટેલ માલિક કિશનભાઈ જયંતીભાઇ સેરશીયાએ કબૂલાત આપતા જણાવ્યું હતું કે અન્ય રૂમ નં.૧૧૨ માં પણ એક ફીલ છે.જેમાં કુલ-૯ માણસોને જુગાર રમવા બેસાડેલ છે જેથી એલસીબી એ તે રૂમ.માં જઈને તપાસ કરતાં-૯ ઇસમો જીતેન્દ્રભાઈ કાનજીભાઈ થોરીયા, ભરતભાઈ વિઠલભાઇ સંઘાણી, હસમુખભાઈ દેવજીભાઈ દસાડીયા,શૈલેશકુમાર લાલજીભાઈ ગોઠી,વિશાલભાઈ ડાયાલાલ બાપોદરીયા,જયેશભાઈ પસાભાઈ ભટાસણા, અભયભાઈ બાલાસંકરભાઈ દવે, વિરેંદ્રકુમાર હરજીવનભાઈ વરસડા અને ફેનીલભાઈ કીરીટભાઈ ભૂતને પકડી પડ્યા હતા. પોલીસે કુલ ૧૫ આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. ૪,૦૮,૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.