મોરબી એલસીબી ટીમે મોરબીના આલાપ રોડ કર્મયોગી સોસાયટી સીલ્વરગુડ એપાર્ટમેન્ટમાં દરોડો પાડી જુગાર રમતા ત્રણ પુરૂષ તથા પાંચ મહિલાઓને રોકડા રૂપીયા ૮૫,૯૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે આ દરોડામાં મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ પણ ઝડપાયા છે.
મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, ભાવેશભાઇ પ્રવિણભાઇ પટેલ નામનો વ્યક્તિ પોતાના આલાપરોડ કર્મયોગી સોસાયટીમાં આવેલ સીલ્વરગુડ એપાર્ટમેન્ટના બ્લોકનં-૩૦૪ નંબરના ફ્લેટમાં તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે.જેને આધારે એલસીબી ટીમે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા કુલ આઠ વ્યક્તિ જેમાં ભાવેશભાઇ પ્રવિણભાઇ કાસુન્દ્રા (રહે. આલાપરોડ કર્મયોગી સોસાયટી સીલ્વરગુડ એપાર્ટમેન્ટ મોરબી),મૌલીકભાઇ પ્રદિપભાઇ વિરમગામા (રહે.રવાપરરોડ નરસંગ એપાર્ટમેન્ટની બાજુમાં મોરબી),હસમુખભાઇ રણછોડભાઇ વરમોરા (રહે, લીલાપર ગામ તા.જી.મોરબી),લીલાબેન આનંદભાઇ મહાલીયા (રહે. મોરબી શનાળા રોડ ગુ.હા.બોર્ડ મોરબી),હંસાબેન કિશોરભાઈ ગૌસ્વામી (રહે.રવાપર રોડ શ્રી રામ સોસાયટી મોરબી),વીણાબેન જયંતીભાઇ મેરજા (રહે, મોરબી દલવાડી સર્કલ શ્રીજી સોસાયટી મોરબી),દમયંતીબેન જયેન્દ્રભાઈ નિરંજની (પ્રમુખ,મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ,,રહે. મોરબી દરબારગઢ ચોક જુલતા પુલ પાસે મોરબી ),મનીષાબેન ચંદુભાઇ માકડીયા (રહે. મોરબી-ર ગુ.હા.બોર્ડ પાછળ ભાગ્યલક્ષ્મી સોસાયટી) વાળા અંદરના રૂમમાં ગોળ કુંડાળુ વળી જુગાર રમતા હોય જેઓની પાસેથી ગંજીપતાના પાના નંગ-પ૨ કિ.રૂ.૦૦/૦૦ તથા રોકડ રૂ.૮૫,૯૦૦/- મળી કુલ કિ.રૂ.૮૫,૯૦૦/- ના મુદામાલ સાથે તમામ વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.પી.પંડયા તથા પીઆઇ વી.એન.પરમાર,પીએસઆઇ બી.ડી.ભટ્ટ તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો જોડાયેલ હતાં