Friday, April 26, 2024
HomeGujaratટંકારા પોલીસની મીઠી નજર હેઠળ કેફી પદાર્થના જથ્થા સાથે ચાલતા જુગાર ધામ...

ટંકારા પોલીસની મીઠી નજર હેઠળ કેફી પદાર્થના જથ્થા સાથે ચાલતા જુગાર ધામ પર એલસીબી ટીમનો દરોડો : ત્રણ લાખનો મુદામાલ કબ્જે સ્થાનિક પોલીસ પર સવાલો

ટંકારા પોલીસની મીઠી નજર હેઠળ કેફી પદાર્થના જથ્થા સાથે ચાલતા જુગાર ધામ પર એલસીબી ટીમનો દરોડો : ત્રણ લાખનો મુદામાલ કબ્જે સ્થાનિક પોલીસ પર સવાલો

- Advertisement -
- Advertisement -

ટંકારાની બજારમાં પાન ગલ્લાને હોટલોમાં ખુલ્લેઆમ કેફી પદાર્થ નું વહેંચાણ થાય છે ત્યારે ટંકારા પોલીસનું નાક રાખી મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચે જુગારધામ પર દરોડો પાડી સ્થળ ઉપરથી ૩૭૫૦ બોટલો શંકાસ્પદ કબજે કરી કાપી હાથમાં આપી દીધું છે તો બીજી બાજુ ટંકારા સ્થાનિક પોલીસ દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી એ પણ મુદ્દો ટંકારા પંથકમાં હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.જો કે આ બાબતે ટંકારા પંથકમાં ગેરકાયદેસર ચાલતા જુગાર દારૂના અડ્ડાઓ પર કડક કાર્યવાહી કરવા એસપી સુબોધ ઓડેદરાએ સ્પષ્ટ સૂચના આપતા એલસીબી ટીમોએ દરોડા શરૂ કરતાં ટંકારા વાસીઓમાં પોલીસ પ્રત્યે આશા અને બુટલેગરો માં ફફડાટ જાળવી રાખ્યો છે પરંતુ ટંકારા પંથકમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે કડક અધિકારીની તાતી જરૂર હોવાનું પણ પોલીસપ્રેમીઓ માની રહ્યા છે

ટંકારા તાલુકોએ આર્યસમાજનું મોટું કેન્દ્ર માનવામાં આવે છે આ સાથે સાથે ટંકારામાં અનેક આસ્થાઓ જોડાયેલી છે ત્યારે આવા આસ્થા સભર ગામમાં પોલીસની મીઠી નજર હેઠળ દારૂ જુગારની બદીઓ ખુલ્લેઆમ ફૂલી ફાલી ઉઠી છે જેને મોરબી એલસીબી ટીમો દ્વારા દરોડા પાડી ખુલ્લી પાડવામાં આવી રહી છે ત્યારે ફરી આજે મોરબી એલસીબી ટીમે ટંકારા ચોકડી નજીક આવેલ ઉમંગ એન્ટરપ્રાઇઝ ગોડાઉનમાં જુગારધામ ધમધમાટ શરૂ હોવાનું મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હોય સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને રેડ કરી જુગાર રમતા પતાપ્રેમી સાથે આર્યુવેદીક હર્બલ ટોનીક URINASAV ની ૩૭૫૦ બોટલો કિંમત રૂ. ત્રણ લાખની સીઆરપીસી ૧૦૨ મુજબ કબજે કરી તપાસ હાથ ધરી છે.

[એલસીબીએ જુગરધામમાં પકડેલા આરોપીઓની તસવીર]

મોરબી એલસીબી ટીમના સંજય મૈયડ અને ભગીરથ સિંહ ઝાલાને ખાનગી રાહે બાતમી મળી હતી કે રોહિત અમરશીભાઈ પટેલ રહે જીવાપર તા.ટંકારા જી.મોરબી વાળો લતીપર ચોકડી નજીક આવેલા પોતાના ઉમંગ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં બહારથી માણસો જુગારનો હાટડો ચલાવે છે જેના આધારે રેડ કરતાં સ્થળ પરથી રોહિત અમરશી ડાકા જાતે પટેલ ઉવ ૨૬ ,મનોજ પ્રાગજીભાઈ ફેફર જાતે પટેલ ઉવ ૪૨,દિપક રાણાભાઈ ઝાપડા જાતે ભરવાડ ઉવ ૩૨,બિપિન અમરશી ભાઈ ચૌધરી જાતે પટેલ ઉવ ૨૯,ઉમેશ ભીખાભાઈ બાબરીયા જાતે કોળી ઉવ ૨૮,ભુપત છગનભાઈ ઘોડાસરા જાતે પટેલ ઉવ ૨૫ વાળાને રોકડ રકમ ૭૨૩૨૦/- ના મુદામાલ સાથે ધરપકડ કરી જુગરધારાની કલમ ૪ ૫ હેઠળ ટંકારા પોલીસ મથકે ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તો બીજી બાજુ આ જુગાર ધામ ટંકારા પીએસઆઇ બી ડી પરમારની જાણ નીચે જ ચાલુ કરવામાં આવ્યું હોવાની વાતોએ ટંકારા પંથકમાં ભારે ચર્ચા જગાવી છે ટંકારામાં થતી લોક ચર્ચા મુંજબ પીએસઆઇ બી ડી પરમારનો કાર્યકાળ મોરબી જીલ્લામાં પૂર્ણ થવાથી એટલે કે ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો હોવાથી હવે મોરબીના ટંકારામાં થોડો સમય જ ફરજ પર છે જેથી તમામ ગેરકાયદેસરના ધંધા બેફામ ચલાવવા મંજૂરી આપી દીધી હોવાની લોક ચર્ચાઓએ પણ ટંકારા પંથકમાં માહોલ ગરમ કરી દીધો છે જો કે આ વાતોમાં મોરબીની એલસીબી ટીમોની ટંકારામાં કરવામાં આવતી કામગીરી પરથી કેટલુ તથ્ય છે એ સમજી શકાય છે અને સાબિત પણ થઈ જાય છે તો બીજી બાજુ બુદ્ધિ જીવીઓ દ્વારા સ્થાનિક પોલીસ દ્વારા આવા કોઇ તત્વો સામે કાર્યવાહી કરવામાં ન આવતા કચવાટ જોવા મળી રહ્યો છે. ટંકારામા અને હાઈવે ઉપર આ પીણું ગલ્લા પર અને હોટલ ધાબા ઉપર ખુલ્લે આમ વેચાણ કરવામાં આવે છે અને માર્કેટિંગ પણ કરવામાં આવે છે ત્યારે સવાલ એ છે કે સ્થાનિક પોલીસ આ અંગે અજાણ હતી કે શુ અને આ પીણું ગેરકાયદેછે તો પછી ખુલ્લે આમ વેચાણ શા માટે એ સોથી મોટો સવાલ છે.હાલ ટંકારા પોલીસ મથકમાં કડક અધિકારી ની તાતી જરૂર હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

જુગરધામની પકડવાની આ સફળ કામગીરી માં એસપી સુબોધ ઓડેદરા ની સૂચનાથી એલસીબી પીઆઇ વી બી જાડેજા ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન બી ડાભી,સંજય મૈયડ,ભગીરથસિંહ ઝાલા,વિક્રમસિંહ બોરણા, પૃથ્વીરાજસિંહ જાડેજા,જયવંત સિંહ ગોહિલ,દશરથસિંહ ચાવડા,વિક્રમ કુંગશિયા,ભરત મિયાત્રા,સતીષ કાંજીયા સહિતની ટિમ રોકાયેલી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!