રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ (IPS) તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી (IPS)એ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા મોરબી એલ.સી.બી. પી.આઈ. ડી.એમ.ઢોલને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી કાઇમ બ્રાંચની ટીમે અણીયારી ચોકડી પાસેથી મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડીમાં ચોર ખાનામાં છુપાવેલ અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલોનો મુદામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી.ની ટીમને ખાનગીરાહે મળેલ હકિકતનાં આધારે, મોરબી તાલુકાના અણીયારી ચોકડી પાસે આવેલ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડમાં વોચ ગોઠવી રાખી GJ-36-5-1992 નંબરની મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડીના ઠાઠામાં ચોરખાનુ બનાવી તેમાં ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી તેના વેચાણ કરવાના ઇરાદે સંતાડી તેની ફેરાફેરી કરે છે અને સદરહું ગાડી હાલે ત્યાં પડેલ હોવાની ચોકકસ હકિકત મળેલ હોય જે હકિકત આધારે રેઇડ કરતા ગેર કાયદેસર પાસ પરમીટ વગરનો પરપ્રાંતીય ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ/વોડકાનો જથ્થો મળી આવતા મોરબી તાલુકા પોલીસે રૂ.૧,૨૬,૪૮૦/-ની કિંમતનો ૧૯૨ બોટલનો મુદ્દમાલ તથા .રૂ. ૫,૦૦,૦૦૦/-ની કિંમતની મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી મળી કુલ રૂ. ૬,૨૬,૪૮૦/- નો મુદામાલ કબ્જે કરી પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.