Saturday, July 27, 2024
HomeGujaratમોરબી એલ.સી.બી.એ મોડપર ગામના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

મોરબી એલ.સી.બી.એ મોડપર ગામના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

રાજકોટ રેન્જ આઇજી દ્વારા મોરબી જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગારની બાળીને નેસ્ત નાબૂદ કરવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એલ.સી.બી.ની ટીમે મોડપર ગામના એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. જયારે આરોપી સ્થળ પર હાજર મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી.ની ટીમને ગત તા.૧૯/૦૪/૨૦૨૩ નાં રોજ બાતમી મળી હતી કે, મોડપર ગામે રહેતો અક્ષયભાઇ વિનુભાઇ સોલંકી નામનો ઈસમ પોતાના રહેણાંક મકાને વિદેશી દારૂનો જથ્થો મંગાવી તેનું વેચાણ કરે છે. જે હકીકતના આધારે પોલીસે આરોપીનાં રહેણાંક મકાન પર રેઈડ કરી ભારતીય બનાવટની પરપ્રાંતીય વીદેશી દારૂની કાઉન્ટી કલબ ડીલક્ષ વ્હીસ્કીની રૂ.૧૫૦૦/-ની કિંમતની ૦૫ બોટલોનો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા એલ.સી.બી.એ સમગ્ર મામલે અક્ષયભાઇ વિનુભાઇ સોલંકી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. જે બાદ મોરબી તાલુકા પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!