Monday, November 25, 2024
HomeGujaratપાન મસાલાની દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકમાં ઉકેલી કાઢતી મોરબી...

પાન મસાલાની દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકમાં ઉકેલી કાઢતી મોરબી એલસીબી

મોરબી જિલ્લામાં દિવસેને દિવસે ચોરી-લૂટનાં બનાવોમાં નોંધનીય વધારો થઈ રહ્યો છે. જેને લઈ પોલીસ તંત્ર પણ એલર્ટ થયુ છે. ત્યારે મોરબીમાં શનળારોડ ઉપર આવેલ “બજરંગ સેલ્સ એજન્સી” નામની પાન મસાલાની દુકાનના તાળા તોડી કુલ રૂ.૧,૫૪,૫૦૦/- ની મતાની ઘરફોડ ચોરીનો ભેદ મોરબી એલ.સી.બી.એ ગણતરીના કલાકમાં જ ઉકેલી કાઢ્યો છે. અને ત્રણ આરોપીઓની રૂ.૧૩,૩૬,૭૦૦/- ના મુદામાલ સાથે ધરપકડ કરી અનડીટેકટ ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલી કાઢ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત 31 ઓગસ્ટનાં રોજ મોરબીનાં શનળા રોડ પર આવેલ “બજરંગ સેલ્સ એજન્સી” નામની દુકાનના રાત્રીઓના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે તાળા તોડી દુકાનમાંથી પાન-બીડી, સીગારેટ, ગુટખા, સોપારી તથા સાબુ, સેમ્પુ વગેરે મળી કુલ રૂ.૧,૫૪,૫૦૦/-ના માલમત્તાની ચોરી કરી હતી. જે અંગેની દુકાન માલિક અમીત મગનભાઇ અંબાણી દ્વારા ચોર ઇસમ સામે મોરબી સિટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદ નોંધાતા જ પોલીસ ઇન્સપેકટર એમ.આર.ગોઢાણીયા, એન.બી.ડાભી તથા પો.સબ.ઇન્સ. એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, એલ.સી.બી મોરબી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફના માણસોએ ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમ્યાન સ્ટાફના HC રામભાઇ મંઢ, નિરવભાઇ મકવાણા, PC નિર્મળસિંહ જાડેજા, સંજયભાઇ રાઠોડને સંયુકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે સદરહુ ગુનો આચરવામાં એક નંબર વગરની બ્લુ કલરની મારૂતી સ્વીફટ ગાડી તથા મહીન્દ્રા બોલરો ગાડી નંબર GJ-63-BV- 9325 વાળી સંડોવાયેલ છે. તેવી ચોકકસ હકિકત મળેલ હતી. જેને લઈ પોલીસે તપાસ કરતાં દિવ્યરાજસિંહ ઉર્ફે દિગુભા અનિરૂધ્ધસિંહ રાઠોડ, મિતરાજસિંહ અનિરૂધ્ધસિંહ ગોહીલ અને અરવિંદના જીવણનાથ પરમાર નાઓની સંડોવણી ખૂલતાં પોલીસે આરોપીઓ અને ગુનામાં વપરાયેલ વાહનો તથા મુદામાલ કબ્જે કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!