કિં.રૂ.૬૨,૯૨૦/- નો મુદ્દામાલ પકડી પાડતી મોરબી એલ.સી.બી.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાએ આગામી હોળી-ધુળેટીના તહેવાર નિમીતે મોરબી જિલ્લામાં વિદેશી દારૂની હેરફેર તથા વેચાણની પ્રવૃતિ પર અંકુશ લાવવા સારૂ પ્રોહી ડ્રાઇવ રાખેલ હોય જે અન્વયે એલ.સી.બી. ઇન્ચાર્જ પીઆઈ એન.બી.ડાભીને જરૂરી સુચના કરતા એલ.સી.બી. ઇન્ચાર્જ પીઆઈ તથા સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા કાર્યરત હતા. તે દરમ્યાન પો.હેડ કોન્સ. ચંદુભાઇ કાણોતરા તથા પો.કોન્સ. ભરતભાઇ જીલરીયાને ખાનગીરાહે હકિકત મળેલ કે, જયુભા પંચાણજી ઝાલા (રહે. ભડીયાદ રામાપીરના ઢોરા પાસે તા.જી.મોરબી) વાળાએ મોરબી-જુના રફાળેશ્વર રોડ ઉપર ભડીયાદ રામાપીરના ઢોરા પાસે આવેલ અલંકાર કારખાનાની સામે સરકારી ખરાબાની જગ્યામાં માટીના ઢગલામાં ગે.કા.રીતે ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી રાખી તેનું ગે.કા. રીતે વેચાણ કરે છે. જે અંગે ચોકકસ હકીકત મળેલ હોય જે હકિકત આધારે રેઇડ કરતા માટીના ઢગલામાં છુપાવી રાખેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કીની કાચની કંપની સીલ પેક કુલ બોટલો નંગ ૧૨૧/- (કિં.રૂ.૬૨,૯૨૦/-) નો મુદામાલ મળી આવેલ અને મજકુર આરોપી સ્થળ પર હાજર નહિ મળી આવતા તેના વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ કામગીરી એન.બી.ડાભી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી, પો.હેડ.કોન્સ. ચંદુભાઇ કાળુભાઇ કાણોતરા, દિલીપભાઇ ચૌધરી, પો.કોન્સ. નિરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમાર, તથા પેરોલ ફર્લો સ્કવોડ પો.હેડ.કોન્સ. જયવંતસિંહ ગોહિલ ભરતભાઇ મિયાત્રા, રણવીરસિંહ જાડેજા, સતીષભાઇ કાંજીયા, વિગેરેનાઓ દ્વારા કરેલ છે.