મોરબી માં વિદેશી દારૂ શેરી ગલીએ છેલ્લા કેટલાક સમયથી વહેંચવા માંડ્યો હતો ત્યારે સ્ટેટ વિજિલન્સ ની ટીમે પણ મોરબીથી વિદેશી દારૂ બિયર ભરેલ ગોડાઉન પકડી પાડ્યું હતું.જેના પગલે મોરબી પોલીસ સતર્ક થઈ હતી અને એક પછી એક વિદેશી દારૂના વિક્રેતાઓ સામે પગલાં લેવામાં આવ્યા હતા જેમાં પાસા થી લઇ વીદેશી દારૂના જથ્થા પર મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા કાળો કેર વર્તવામાં આવી રહ્યો છે.
આ માહોલ વચ્ચે રેન્જ આઇજી અશોક કુમાર યાદવ અને મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એમ.પી.પંડ્યા,પીએસઆઈ કે.એચ.ભોચિયાં ની ટીમને વિદેશી દારૂનો મોટો જથ્થો મોરબી તરફ આવી રહ્યો હોવાની માહિતી મળતા અણીયાળી ટોલનાકા નજીક એલસીબી ટાઇમ વહેલી સવારે વોચ ગોઠવી હતી જ્યાંથી એક ટ્રક ની તલાશી લેતા તેમાંથી આશરે ૧૯૮૫ પેટી વિદેશી દારૂ અને ૨૮૦ પેટી બીયર નો જથ્થો મળી 72 લાખ રૂપિયા નો દારૂ બિયરનો જથ્થો અને ટ્રક સહિત કુલ 1 કરોડ થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ ગુનામાં મોરબી એલસીબી ટીમે ટ્રક ડ્રાઈવર ની ધરપકડ કરી ગુનો નોંધી આ જથ્થો કોણે મંગાવ્યો હતો ? આ જથ્થો સપ્લાય કરનાર કોણ હતું ? તેની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા જ મોરબી માં રાજ્યની સૌથી મોટી રેડ કરી સ્ટેટ વિજિલન્સ ની ટીમે કાન મરોડયો હતો ત્યારે મોરબી એલસીબી ટીમ દ્વારા વિદેશી દારૂના વિક્રેતાઓ પર કાળો કહેર વર્તાવી રહ્યા છે.જેને લઇને બુટલેગરોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.હવે આ કડક વલણ આજ રીતે ચાલુ રહે છે કે પછી સમય જતા વલણ બદલાઈ છે એ જોવું રહ્યું.