Thursday, January 23, 2025
HomeNewsHalvadહળવદ પોલીસે ઉભી કરેલી ચેક પોસ્ટમાં અશ્લીલ વિડીયો મામલે દુષ્કર્મનો ગુનો નોંધાયો...

હળવદ પોલીસે ઉભી કરેલી ચેક પોસ્ટમાં અશ્લીલ વિડીયો મામલે દુષ્કર્મનો ગુનો નોંધાયો : બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી

એક યુવકે માનસિક અસ્થિર યુવતીની એકલતાનો લાભ લઈને કુર્કમ આચર્યું અને બીજાએ વિડીયો બનાવ્યો : વિડીયો સોશ્યલ મિડિયામાં વાયરલ થતા સમગ્ર હકીકત બહાર આવી

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ સંચાલિત મોરબી માળીયા ચોકડી પર વાહન ચેકિંગ માટે ઉભી કરેલી ચેકપોસ્ટમાં બીભત્સ કામલીલાનો વિડીયો ગઈકાલે સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં આ વિડીયો પોલીસ સુધી પહોંચતા મોરબી એસપી એસ આર ઓડેદરાએ હળવદ પોલીસ અને એલસીબીની ટીમોને રાત ભર કામે લગાડી હતી અને આ વીડિયોમાં રહેલી યુવતી કોણ છે તેની તપાસ હાથ ધરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં યુવતી માનસિક અસ્થિર હોવાનું જાણવા મળ્યું હતું જેમાં પરિવારજનોનો સંપર્ક કરતાં ભોગ બનનાર યુવતીના ભાઈએ દુષ્કર્મનો ગુનો નોંધાવતા
પોલીસે યુવતીના ભાઈની ફરિયાદ નોંધી દુષ્કર્મ આચરનાર અને વીડિયો કરનાર બે ઇસમોની ધરપકડ કરી છે જેમાં પોલીસે તાબડતોબ આ યુવતી સાથે દુષ્કર્મ આચરનાર મહેન્દ્ર ગંગારામભાઈ રાઠોડ અને વીડિયો ઉતારનાર હરેશ નવઘણભાઈ જાદવ ઉ.વ.28 રહે બન્ને હળવદ વાળાનો ધપરકડ કરી છે જેમાં આરોપી મહેન્દ્ર રાઠોડે કબૂલાત આપી હતી કે હળવદની મોરબી ચોકડી પર પોલીસ ચેકપોસ્ટ માં વિસ પચીસ દિવસ પૂર્વે માનસિક અસ્થિર યુવતીની એકલતાનો લાભ લઇ કુકર્મ આચર્યું હતું અને આ દુષ્કર્મનો વીડિયો હરેશ નવઘણભાઈ જાદવ દ્વારા ઉતારું અને સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો હાલ પોલીસે બન્ને આરોપીઓની વિધિવત ધરપકડ કરી પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!