મોરબી એલસીબી ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટોલનકા પાસેથી બંધ બોડીના ટ્રક કન્ટેનરમાંથી ૯૨૫ પેટી વિદેશી દારૂ અને ૨૨૫ પેટી બિયરનો જથ્થા સાથે બે આરોપીને પકડી પાડ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે દ્વારકા જીલ્લાના પ્રવાસે આવનાર છે ત્યારે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવની સુચનાથી અને મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં દારૂ ની બદીને સદંતર નાબૂદ કરવા મોરબી એલસીબી ટીમ કાર્યરત હોય જે દરમિયાન એલસીબી પીઆઈ. ડી.એમ.ઢોલ ને બાતમી મળી હતી કે વાંકાનેર બાઉન્ડ્રી નજીક થી બંધ બોડી નુ કન્ટેનર પસાર થવાનું છે જેમાં મોટી માત્રામાં દારૂ અને બિયર નો જથ્થો ભરેલ છે જેથી વોચ ગોઠવીને એલસીબી ટીમે વાંકાનેર બાઉ ન્ડ્રી નજીક થી પસાર થતા ટ્રક નંબર RJ 14 GF 2902 ને રોકીને તલાશી લેતા ટ્રક માંથી અલગ અલગ બ્રાન્ડ વિદેશી દારૂની નાની મોટી મળી કુલ ૨૦૩૧૬ બોટલ તેમજ ૫૪૦૦ બિયરના ટીન એટલે કુલ ૯૨૫ પેટી વિદેશી દારૂ ને ૨૨૫ બિયરની પેટી મળી આવી હતી તેમજ બે આરોપી ભેરા રામ ભાખરારામ બિસ્નોઇ (ઉ. વ.૪૦ ધંધો ડ્રાઇવિંગ રહે. બલાના તા.સાંચોર રાજસ્થાન) અને ગોપાલ રત્ના રામ બિસનોઇ (ઉ. વ.૩૦ રહે. ડાંગ્રા તા.સાંચોર રાજસ્થાન )વાળાને ૩૬.૪૩ લાખનો વિદેશી દારૂ ,૫.૪૦ લાખનો બિયર અને ટ્રક મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૫૧.૯૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ ઝડપાયેલ આરોપીઓ ની પુછપરછ માં સુરેશ સૂજાના રામ બીસનોઇ (રહે.જાખલ /હરિયાળી ,તા.સાંચોર રાજસ્થાન)વાળનું નામ ખુલતા તેને પણ ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.હાલ મોરબી એલસીબી દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ સફળ કામગીરીમાં મોરબી એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ,પીએસઆઈકે.જે.ચૌહાણ,એન.એચ.ચુડાસમા, એ. ડી.જાડેજા ને એલસીબી ટીમ અને પેરોલ ફર્લો સ્કોડ તેમજ ટેકનિકલ ટીમ નો સ્ટાફ જોડાયો હતો.