મોરબી એલસીબી ટીમ પોતાની કામગીરી બતાવવા મદમાં હોય તેવો ઘાટ મોરબી જિલ્લામાં જોવા મળી રહ્યો છે.જેમાં મોરબી એલસીબી ટીમ દ્વારા હાલ જુગારની મોસમમાં એક પછી એક નાલ ઉઘરાવી જુગારના દરોડા પાડવાના કેસો કરવામાં આવી રહ્યા છે જે કામગીરી સારી છે પરંતુ આ બધા દરોડામાં એક વાત જોવા જેવી છે કે મોટા માથાઓ કે કોઈ નામચીન વ્યક્તિઓ જુગારમાં પકડાઈ જાય તો તેની અટક પ્રેસનોટમાં અલગ હોય છે અને એફ આઇ આરમાં અલગ હોય છે સાથે સાથે જ લાખોનો જુગાર રમવા આવતા જુગારીઓ ના એક પણ વાહન કબજે લેવામાં આવતા નથી નથી કોઈના ફોન કબજે લેવામાં આવતા એ પણ ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે નાના માણસો પરની જુગારની રેડમાં બધું જ કબજે કરવામાં આવે છે આવું કાયદો કહે છે.જો કે મોરબી એલસીબી ટીમ આ દરોડા ફકત થાણા અધિકારીઓને દબાવવા કરતા હોવાની ચર્ચા પણ જોરશોર થી ચાલી રહી છે.જેમાં પોલીસ વર્સીસ પોલીસ જેવો ઘાટ મોરબીમાં જોવા મળી રહ્યો છે.એટલું જ નહિ તપાસમાં પણ રાજકીય આગેવાનોની ભલામણો હોય તે તપાસ જે તે પોલીસમથકમાં આપી દે છે અને માખણ જેવી સહેલી તપાસ પોતે રાખે છે મોરબી એલસીબીએ એ ડિવિઝન વિસ્તારમા ન્યુ ચંદ્રેશ નગરમાં એક દરોડો પાડ્યો હતો જેમાં 14 લાખથી વધુની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી પરંતુ આ બધા જુગારીઓના વાહન કે ફોન કબજે કરવામાં આવ્યા ના હતા આ ગુનામાં આરોપીઓને જામીન પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવ્યા હતા આ જ રીતે કોલસા ના ડેલામાં પણ દરોડો પાડ્યો હતો જેમાં પણ મોબાઈલ ફોન કે વાહનો કબ્જે કરવામાં આવ્યા ના હતા આ બાદ હળવદમાં પણ જુદી જુદી જગ્યાએ રેડ કરી અને રાજકીય હાથો બનવાનું આવે એવી અઘરી લાગે એ તપાસ સ્થાનિક પોલીસને આપી દેવામાં આવી હતી અને સહેલી તપાસ પોતે રાખી પોતે જ જશ લેતી હોવાની ચર્ચા પણ સામે આવી હતી.
જો કે મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમના માણસો સારી કામગીરી કરી બધા જુગારીઓની જેમ જ આરોપીઓને લઈને આવે છે અને કામગીરી કરે છે અને ગુનો નોધે છે પણ જેવા આ આરોપીઓ મોરબી એલસીબી ની કચેરી ખાતે પહોંચે છે ત્યાં જ કોઈ નો ફોન રણકે છે અને બાદમાં નક્કી કરવામાં આવે છે કે આ કેસને કેમ ચલાવવો જો કાઠું પડે એવું હોય તો સ્થાનિક પોલીસ પર ઢોળી દેવું અને ઢીલું પોચું હોય તો પોતે શકિતમાન બની જશ ખાટી જવો હાલ આ બધા દરોડામાં દરોડા ની જગ્યાના સીસીટીવી જોવામાં આવે તો પણ સત્ય બહાર આવે એમ છે શું કોઈ જુગારીઓ મોબાઈલ ફોન લઈને નહોતા આવ્યા? શું આટલા દરોડામાં થી એક પણ જુગારીઓ કોઈ એક લઈને નહોતું આવ્યું? આ મોટો પ્રશ્ન છે.અગાઉ પણ એલસીબી ટીમ પ્રેસ નોટ અને એફ આઇ આર બન્નેમાં ખોટી સરનેમ અને એડ્રેસ મીડિયાને આપવામાં આવ્યા છે અને આરોપીઓના ફોટા પણ આપવામાં નથી આવ્યા ત્યારે એક નાનો દરોડા માં પણ ફોટા પાડી કામગીરી બતાવતી એલસીબી આવડી મોટી રેડ માં કઇ રીતે જુગારીઓ ફોટા પાડવાનું ભૂલી ગઈ એ પણ મોટો પ્રશ્ન છે.?
હાલ મોરબીમાં એલસીબી પોલીસ પોતાને શકિતમાન બની સ્થાનિક પોલીસને દબાવી રહ્યાનો ઘાટ જોવા મળી રહ્યો છે ત્યારે ઉચ્ચ કક્ષાએ પણ એલસીબી ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરી ની ચર્ચાઓ થઈ હોવાનું સૂત્રો માંથી જાણવા મળ્યું છે.પરંતુ એલસીબી આવું કેમ કરી રહી છે એવો મુદ્દો પણ સ્થાનિક પોલીસના મનમાં ચર્ચાનો વિષય બની ગયો છે.હાલ આ તમામ રેડો ની અને ભૂતકાળમાં કરવામાં આવેલ રેડ ની તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે એમ છે.