મોરબીના રમેશભાઈ બી. રબારીએ રાજકોટ રેલવે રેન્જ વિભાગના ડી. આર.એમ. ને પત્ર લખી ભજ – રાજકોટ ઈન્ટરસીટી ટ્રેન અથવા ડેમ ટ્રેન ચાલુ કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા ભુજ – રાજકોટ સ્પેશ્યલ ટ્રેન શરૂ કરાય છે પરંતુ સ્પેશ્યલ ટ્રેનમાં ભાડું અને સમય યોગ્ય ન હોવાથી મજૂરો તેમજ લોકોને પારાવાર મુશ્કેલી પડે છે જેથી ઇન્ટરસિટી અથવા ડેમુ ટ્રેન શરૂ કરવા રજૂઆત કરાઈ છે.
મોરબીના આગેવાન રમેશ બી. રબારીએ રાજકોટ રેલવે રેન્જ વિભાગના ડી.આર.એમ. ને પત્ર લખી ભુજ – રાજકોટ ઇન્ટરસિટી અથવા ડેમુ ટ્રેન ચાલુ કરવા રજૂઆત કરી છે. અને જણાવ્યું છે કે તાજેતરમાં ભુજ – રાજકોટ સ્પેશીયલ ટ્રેન ચાલુ કરવામાં આવી છે. જે ટ્રેન સ્પેશીયલ હોવાથી તેનું ભાડુ વધારે થાય છે. તેમજ આ ટ્રેન ટાઈમ ટેબલ વેપારી વર્ગ, નોકરીયાત વર્ગને અનુકુળ આવે તેમ નથી. આ કારણે આ ટ્રેનને ટ્રાફીક મળવો મુશ્કેલ રહેશે. આજ ટ્રેન અગાઉ કરાઈ હતી. ત્યારે પણ ટ્રેનને ટ્રાફીક મળ્યો ન હતો તેમજ તેનો ટાઈમ ટેબલ યોગ્ય ન હોવાથી ટ્રેન બંધ કરવી પડી હતી. ટ્રેનનો ટાઈમ મોરબીથી રાજકોટ ઉપડવાનો મોરબીથી સવારે ૮ ૯ વાગ્યાનો રાખવામાં આવે તો નોકરીયાત તથા વેપારી વર્ગ તેમજ અન્ય વર્ગને અનુકુળ આવે તેમ છે. તેમજ રાજકોટથી ટ્રેન ઉપડવાનો ટાઈમ સાંજે ૬-૭ વાગ્યા રાખવો જોઈએ. જેથી વેપારી વર્ગ પોતાની ખરીદી આરામથી કરી શકે તેમજ નોકરીયાત વર્ગને પણ સાંજે ટાઈમ અનુકુળ આવે. આ ટાઈમ ટેબલને કારણે ટ્રાફીક મળી રહેશે. તેથી હાલ ચાલુ ટ્રેન સ્પેશીયલ હોવાના કારણે આ ટ્રેનનું ભાડુ વધારે છે જે સામાન્ય માણસને પોસાય તેમ નથી. તેથી સ્પેશ્યલ ટ્રેન ની જગ્યાએ ઈન્ટરસીટી અથવા ડેમુ ટ્રેન ચાલુ કરવી જોઈએ તેવી રજૂઆત કરી છે. તેમજ એસટી વિભાગ દ્વારા ઇન્ટરસિટી બસ સેવા ચાલુ છે જે ભાડું પણ ઓછું લે છે. તેમજ મોરબી શહેર અને જિલ્લાની વસ્તી ને ધ્યાનમાં રાખીને તેમજ સિરામિકસ ફેક્ટરીમાં કામ કરતા પ્રરપ્રાંતીય લોકોનું હિત ધ્યાનમાં રાખી લાંબા અંતરની ટ્રેન ચાલુ કરવી જોઈએ. દેશ સહિત વિશ્વના લોકો મોરબી સાથે જોડાયેલા છે. અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે ટ્રાફિકના કારણે લાંબા અંતરની ટ્રેન અન્ય સ્ટેશન પર ૮-૮ કલાક રોકી દેવામાં આવે છે જે ટ્રેનને મોરબી સુધી લંબાવવી જોઈએ જેથી મોરબી વિસ્તારના લોકોને તેનો વધુ લાભ મળે તેવી પણ માંગ કરાઇ છે.