રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન જુગારની પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા તેમજ પ્રોહિબિશન જુગારની બદ્દી સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ટંકારા તાલુકાના મિતાણા ગામ સામે રોડ ઉપરથી ટાટા ટ્રકમાં ભરેલ વિદેશીદારૂના જંગી જથ્થા સાથે એક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચના પી.આઇ. ડી.એમ.ઢોલ તથા પી.એસ.આઇ. કે.જે.ચૌહાણ તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્ટાફના માણસો મોરબી જીલ્લામાં પ્રોહીબીશન જુગારની પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા તેમજ પ્રોહિબિશન જુગારની બદ્દી સદંતર નાબુદ કરવા કાર્યરત હતા દરમ્યાન ASI રામભાઇ મઢ તથા હેડ કોન્સ્ટેબલ નિરવભાઇ મકવાણા, તથા કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા, ભરતસિંહ ડાભીને સંયુકતમાં બાતમી મળેલ કે, ટંકારા તરફથી એક GJ-24-V-8975 નંબરનું ટ્રક રાજકોટ જનાર છે. જે ટ્રકમાં ગેર કાયદેસર ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. જે હકીકતના આધારે મિતાણા ગામ સામે રાધે પાન એન્ડ ટી સ્ટોલ નામની હોટલ સામે વોચ ગોઠવતા ટ્રક ઝડપાયો હતો. જેમાંથી રૂ.૧૩,૪૫,૨૦૦/-ની કિંમતની મેકડોવેલ્સ ૦૧ કલેકશન ઓરીજનલ વ્હીસ્કીની ૭૦૮૦ બોટલો, રૂ.૮,૪૦,૦૦૦/-ની કિંમતની રોયલ સ્ટગ રીઝર્વ વ્હીસ્કીની ૨૧૦૦ બોટલો, ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની રૂ.૧૩,૬૮,૦૦૦/- ની કિંમતની ૨૨૮૦ બોટલો તથા ટાટા કંપનીનું રૂ.૧૦,૦૦,૦૦૦/- ની કિંમતનું ટ્રક, એક મોબાઇલ તથા રોકડા રૂપીયા-૧૪,૨૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૪૫,૭૨,૪૦૦/- ના મુદામાલ સાથે બુધારામ કાનારામજી બાબલે (રહે. બાલાજીનગર ગુડાબિશ્નોઇયાન પોસ્ટ, થાણુ ગુર તા.લુબન જિ.જોધપુર (રાજસ્થાન)) નામનો ઈસમ મળી આવતા તેને પકડી પાડી ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ સુરેશ (રહે. ચિતલવાના/સોચૌર (રાજસ્થાન) તથા માલ મોકલનાર તથા માલ મંગાવનાર તથા ટ્રક માલીક વિરુદ્ધ પણ ગુનો નોંધી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.