Friday, November 29, 2024
HomeGujaratમોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે બેલા નજીક આવેલા LLP કારખાનાની લોડીગની ઓરડી માંથી...

મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે બેલા નજીક આવેલા LLP કારખાનાની લોડીગની ઓરડી માંથી જુગારધામ પકડી પાડ્યું : આઠ જુગારીઓને રોકડા સાડા ત્રણ લાખના મુદામાલ સાથે પકડી પાડયા

શું આરોપીઓ ચાલીને આટલા પંદર કિલોમીટર દૂર જુગાર રમવા ગયા હશે ?? કારખાનાના સીસીટીવી માં વાહનો દેખાતા હોવાની લોકચર્ચા : ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તો સત્ય બહાર આવે : મોટી રેડ ને નાની બતાવવા વાહન જપ્ત ના કર્યા ? સીઆરપીસી એક્ટ મુજબ ગુનામાં વપરાતા સંશાધનો પણ કબજે કરવા જરૂરી હોય છે : પોલીસે આઠ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે મોરબી તાલુકાના બેલા રંગપર સીમમાં આવેલ ઇમ્પેલર ક્વાર્સ એલએલપી નામના કારખાનાના લોડીંગ પોઇન્ટ ઉપર આવેલ ઓરડીમાંથી આઠ જુગારીઓને પકડી પાડ્યા છે.

 

મોરબી એલસીબી ટીમેં મોરબી તાલુકાના બેલા રંગપર ગામની સીમ નજીક આવેલ ઈમ્પેલર ક્વાર્સ એલએલપી નામના કારખાનામાં જુગારધામ ચાલે છે તેવી માહિતી મળતા વહેલી સવારે ક્રાઈમ બ્રાન્ચ ને ખાનગી માહિતી મળી હતી કે મયુર કેશવજીભાઈ કામરીયા નામનો વ્યક્તિ નાલ ઉઘરાવી બહારથી જુગારીઓને બોલાવી ઉગારધામ ચલાવે છે એ બાતમીના આધારે મોરબી એલસીબી ટિમ બાતમી વાળી જગ્યાએ દરોડો ઉપાડતા જુગારધામ ચલાવતા (૧)મયુર કેશવજીભાઈ કામરીયા રહે. વેલકમ પ્રાઇડ બી 201 રવાપર ડા રોડ મોરબી મૂળ રહે હડમતીયા તા ટંકારા જી. મોરબી પાસેથી રોકડા ૩૯૫૦૦/-, (૨) કલ્પેશ ગણેશભાઈ મારવાણીયા રહે.પ્લોટ નંબર 24 શક્તિ કૃપા, વૈભવ નગર શનાળા બાયપાસ રોડ રહે રાજપર તા.જી. મોરબી વાળા પાસેથી રોકડા ૩૮૦૦૦/-, (૩) પ્રકાશ મનસુખભાઈ ધમાસણા રહે. અવની ચોકડી શ્યામ પાર્ક 601 મોરબી મૂળ ગામ જયપુર તા.જી. મોરબીવાળા પાસેથી ૫૧૦૦૦/-,(૪) હિતેશ નરભેરામભાઈ જીવાણી રહે. નવા બસ સ્ટેન્ડ સામે હિરલ પાર્કની બાજુમાં દિવ્ય જીવન સોસાયટી મોરબી મૂળ ગામ ખાનપુર (ઘુ.) તા.જી.મોરબી વાળા પાસેથી રોકડ રૂપિયા૩૭,૫૦૦/-, (૫) નિલેશ મહાદેવભાઈ પડસુંબીયા રહે.વિવેકાનંદ નગર ૦૧, નીલકંઠ સ્કૂલ સામે રવાપર રોડ મોરબી મૂળ ગામ નાનીવાવડી તા.જી.મોરબી વાળા પાસેથી રોકડ રૂપિયા ૫૨,૫૦૦/- (૬) અંકુશભાઈ પટેલ રહે. મોરબી પાસેથી રોકડા રૂપિયા ૪૦,૦૦૦/-,(૭) અલ્પેશ ડાયાભાઈ કાસુન્દ્રા રહે.ખોડીયાર પાર્ક આલાપ રોડ,મોરબી મૂળ રહે.આમરણ તા.જી.મોરબી વાળા પાસેથી રોકડ રૂપિયા ૩૬,૦૦૦/- (૮), શૈલેષ મનજીભાઈ મેરજા રહે.માધવ પેલેસ ફ્લેટ નં. ૨૦૨,અવનીચોકડી,શ્યામ પાર્ક,કેનાલ રોડ મોરબી મૂળ રહે. હડમતીયા તા. ટંકારા જી.મોરબી વાળાની રોકડ રૂપિયા ૪૫૦૦૦/- સાથે કુલ રૂપિયા ૩,૫૨,૫૦૦/- ના મુદ્દામાલ સાથે આઠ આરોપીઓની ધરપકડ કરી જુગારધારા ની કલમ ૪,૫ હાથો મોરબી તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ આ તમમાં આરોપીઓ શું જુગાર રમવા ચાલીને ગયા હશે એવો પ્રશ્ન બુધ્ધિ જીવીઓ માં પ્રવર્તી રહ્યો છે શું કોઈ વાહન જુગારીઓ રમવા લઈને આવ્યા નહિ હોય.? જો આવ્યા હશે તો કેમ આવા આરોપીઓના કબજા વાળા વાહનો જપ્ત કરવામાં ના આવ્યા ? અન્ય ગુનાઓ માં ગુના આચરવામાં આવતા વાહનો અને અન્ય સંસાધનો પણ કબજે લેવામાં આવે છે જો કે હાલ તો આ આ કારખાના ના સીસીટીવી ની ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચોક્કસ તપાસ કરવામાં આવે તો ત્યાં કંઈ ગાડીઓ અને ક્યાં બાઇક લઈને જુગારીઓ જુગાર રમવા આવ્યા હતા એ સ્પષ્ટ થાય પરંતુ હાલ ફકત આરોપીઓને જુગાર રમે છે તેમ રોકડ સાથે ધરપકડ કરી ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!