રાજકોટ રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવએ રાજકોટ રેન્જ ખાતે પેરોલ ફર્લો, વચગાળાના જામીન ઉપર છુટેલ, જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને પકડવા માટે તા.૦૫/૦૭/૨૦૨૩ થી તા.૩૧/૦૭/૨૦૨૩ સુધી ખાસ ઝુંબેશનુ આયોજન કરેલ હોય જે અંતર્ગત કામગીરી કરતા દરમિયાન મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે હળવદ પોલીસ સ્ટેશનના ખનીજચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અશોક કુમાર યાદવની ખાસ ઝુંબેશ અંતર્ગત અસરકારક કામગીરી કરવા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી એલ.સી.બી. પીઆઇ ડી.એમ. ઢોલને જરૂરી સુચના કરતા તેઓના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કે.જે.ચૌહાણ તથા એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી./પેરોલ ફર્લોસ્કોડ, મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, હળવદ પોલીસ સ્ટેશનના એલ.સી.બી. ગુન્હામાં નાસતો ફરતો આરોપી વિપુલ અમરશીભાઇ રાઠોડ (રહે. જુના ધનાળા તા.હળવદ જી.મોરબી) હળવદ સરાનાકા નજીક ઉભેલ હોવાની બાતમીના આધારે સ્ટાફ સાથે તપાસ કરતા નાસતો ફરતો આરોપી વિપુલ અમરશીભાઇ રાઠોડ મળી આવતા તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોપવા આવેલ છે.