મોરબીના ડૉ. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળા બાજુમાં શેરી નં ૧ રોહીદાસ પરા પાછળ રહેતા ભીમરાવ નગરના રહેવાસીઓએ મોરબી મહાનગર પાલિકાના કમિશ્નરને પત્ર લખી પીવાનું શુદ્ધ પાણી અને સફાઈ કર્મી મૂકવામાં નહિ આવતા તા. ૧૫/૦૫/૨૦૨૫ થી સવારે ૮ થી સાંજે ૬ વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ કરવામાં આવશે જે બાબતે ધ્યાન ધ્યાન દોરવામાં આવ્યું છે.
મોરબીના રોહીદાસ પરા શેરી નં. ભીમરાવ નગરમાં રહીશોએ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી પ્રતિક ઉપવાસ પર આંદોલન પર ઉતારવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સ્થાનિક રહીશો દ્વારા પીવાના શુદ્ધ પાણી અને સફાઈ કર્મી મૂકવાની માંગણી તા. ૨૮/૦૪/૨૦૨૫ ના રોજ કરવામાં આવી હતી. જે માંગણીઓ આજસુધી પૂર્ણ નહિ થતાં સ્થાનિક રહીશો દ્વારા તા. ૧૫/૦૫/૨૦૨૫ ના રોજ સવારના ૮ થી સાંજના ૬ વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ આંદોલન મોરબી મહાનગર પાલિકાની કચેરી ખાતે યોજવામાં આવશે તેવી જાણ કરવામાં આવી છે. તેથી વહેલી તકે ગંભીર પ્રશ્ન હલ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે..