આગામી 29 ઓક્ટોબરને બુધવારના રોજ જલારામ જયંતિ છે.ત્યારે લોહાણા સમાજ દ્વારા જલારામબાપાના જન્મોત્સવને વધાવવા માટે ઉત્સાહ છવાયો છે. જલારામ જયંતી નિમિત્તે શ્રી જલારામ શોભાયાત્રા સમિતિ મોરબી દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે શોભાયાત્રા સંદર્ભે ૧૪ મી તારીખે મોરબી લોહાણા સમાજ માટે મીટીંગ યોજાશે.
સંત શિરોમણી જલારામ બાપાની 226 મી જન્મજયંતિ નિમિતે આગામી તારીખ 29 ઓક્ટોબરને બુધવારના રોજ મોરબીમાં શ્રી જલારામ શોભાયાત્રા સમિતિ દ્વારા ભવ્યાતિભવ્ય જલારામ બાપાની શોભાયાત્રા તેમજ દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રાને લઇને મોરબીના રઘુવંશી પરિવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ આયોજનને નિખારવા માટે જ્ઞાતિબંધુઓની સાથે ચર્ચા ગોષ્ટીરૂપે મોરબી રઘુવંશી સમાજની મહત્વની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ મિટિંગ આવતીકાલે તા.14મી ઓક્ટોબરને મંગળવારના રાત્રે 9:30 કલાકે મોરબીના લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજાશે. આ મિટિંગમાં લોહાણા સમાજની તમામ સંસ્થાઓ, તમામ હોદેદારો, મહિલા સંગઠનો, સમાજ શ્રેષ્ટીઓ, વેપારી મિત્રો તેમજ કમિટી મેમ્બર્સ બહોળી સંખ્યામાં સમયસર ઉપસ્થિત રહેવા શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિએ આમંત્રણ પાઠવ્યું છે.