મોરબી જીલ્લામાં શહેર અને ગ્રામ્ય મળી કુલ ૭૦૨ ટિમો દ્વારા લોકોના આરોગ્યનું સર્વે : મોરબી શહેરમાં ૨૮ હજાર ઘરે જઈને દોઢ લાખ લોકોનું ચેકઅપ કરાયું.
મોરબી જીલ્લા આરોગ્ય અધિકારી જે એમ કતીરાના જણાવ્યા અનુસાર મોરબી જીલ્લામાં આજદિન સુધીમાં કુલ મળી કોરોના ના ૩૬૧૪૮ સેમ્પલ લીધેલા છે જેમાં કુલ મળી ૧૨૦૨ લોકોને કોરોના પોઝિટિવ આવ્યા છે જેમાં ૮૯૫ દર્દીઓ સાજા થયા છે ત્યારે હાલ કોરોના ના કુલ દર્દીઓની સંખ્યા ૨૪૯ છે તો બીજી બાજુ કુલ મોતના આંકડા જોવા જઈએ તો કોરોનાના કારણે જ મોત થયા હોય તેવા ૧૬ વ્યક્તિઓ ના મોત નિપજ્યા છે જ્યારે અન્ય ૪૧ વ્યક્તિઓ જે પહેલાથી જ કોઈ બીમારી ધરાવતાં હોય તેવા લોકોને કોરોના થતાં મોત નિપજ્યા છે ત્યારે કુલ મોત ૫૭ ગણાય છે પરંતુ આરોગ્ય વિભાગની ગાઈડલાઈન અનુસાર ૧૬ વ્યક્તિઓ જ કોરોનાના લીધે મોત પામ્યા હોવાનું આરોગ્ય વિભાગના અધિકારી જે એમ કતીરા એ જણાવ્યું છે આ માટે મોરબી હળવદ માળીયા વાંકાનેર ટંકારા સહિતના વિસ્તારોમાં કુલ મળી ૭૦૨ ટિમો દ્વારા ડોકટરોને સાથે રાખીને રહીશોના આરોગ્યની ચકાસણીના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં સામાન્ય લક્ષણો જણાતા તેને પ્રાથમિક સારવાર અને જો કોરોનાના લક્ષણો જણાય તો તને કોવિડ સેન્ટર તેમજ સરકાર ની ગાઈડલાઈન અનુસાર રેપીડ ટેસ્ટ અને બાદમાં મેડિકલ ટેસ્ટ ની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે મોરબી અધિક કલેક્ટર કેતન પી. જોષીના જણાવ્યા મુજબ સર્વેલન્સ ટીમ દ્વારા મોરબી શહેરમાં અત્યાર સુધી અંદાજે ૨૮૦૦૦ જેટલા ઘરોમાં અંદાજે દોઢ લાખ લોકોને રૂબરૂ મળીને સર્વેની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન લોકોના આરોગ્યની તપાસણી કરી શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.