Wednesday, April 24, 2024
HomeGujaratMorbiમોરબીમાં બે કલાકમાં અઢી ઇંચ જ્યારે આજના દિવસમાં સાડા પાંચ ઈંચ :...

મોરબીમાં બે કલાકમાં અઢી ઇંચ જ્યારે આજના દિવસમાં સાડા પાંચ ઈંચ : મચ્છુ ૦૨ ડેમના દરવાજા ખોલાયા

મોરબીમાં આજે મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ જોવા મળી હતી જેમાં મોરબીમાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે જેના લીધે શહેરમા પાણી ભરાતાં વાહનચાલકો પરેશાન થયા હતા

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં આજે બપોરના બે વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે બપોરે 2 થી 4 સુધીમાં બે કલાકમાં વધુ અઢી ઇંચ વરસાદ પડતા કુલ મોરબીમાં સાડા પાંચ એટલે કે મોરબીમાં સવારના 06 થી 4 સુધીમાં મોરબીમાં વધુ ૧૩૭ મીમી વરસાદ નોંધાયો કજે જયારે,₹ વાંકાનેરમાં ૦૪ મીમી, હળવદમાં ૦૩ મીમી, ટંકારામાં ૧૦ મીમી અને માળિયામાં ૨૯ મીમી વરસાદ વરસ્યો હતો મોરબીમાં એક સાથે સાડા પાંચ ઈંચ વરસાદ પડતા મોરબીના શનાળા રોડ ,રવાપર રોડ,મહેન્દ્ર પરા, નવા બસસ્ટેન્ડ, જેલ રોડ,શાક માર્કેટ,વાવડી રોડ,લાતીપ્લોટ સહિતના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના લીધે વાહનચાલકો ની હાલાકી નો સામનો કરવો પડ્યો હતો જો કે મોરબીમાં હજુ પણ વરસાદ અવિરત પણે ચાલુ જ છે ત્યારે મચ્છુ ડેમમાં પણ વધુ નવા નીર આવતા આજે દસ દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા છે અને ૩૮૬૯૪ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૩૮૬૯૪ હજાર ક્યુસેક પાણીની આવક છે જો વરસાદ હજુ ચાલુ રહેશે તો આગામી સમયમાં વધુ દરવાજા ખોલવામાં આવશે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકો હેરાન થશે જેન વાતમાં કોઇ શંકાને સ્થાન નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!