Wednesday, December 4, 2024
HomeGujaratMorbiમોરબીમાં જુદા જુદા બનાવમાં બે વ્યક્તિઓના મોત.

મોરબીમાં જુદા જુદા બનાવમાં બે વ્યક્તિઓના મોત.

મોરબીના મણીમદિર નજીક ઇલેક્ટ્રિક શોર્ટ થી સગીરનું મોત

- Advertisement -
- Advertisement -

મોરબીના મણીમદિર નજીક આવેલી ઓરડીમાં રહેતા કિશન રાજુભાઇ કુંડીયા ઉ.વ.૧૩ નામના સગીરને મોડી રાત્રે ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો જેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જો કે સારવાર મળે એ પહેલાં જ સગીરનું મોત થતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી નજીક ટ્રક અને રીક્ષા વચ્ચેના અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી યુવતીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું

માળીયા-મોરબી નેશનલ હાઇવે ઉપર નાગડાવાસ ગામાના પાટીયા પાસે અજાણ્યા ટ્રક કન્ટેનર જેવા વાહનના ચાલકે પુરઝડપે ચલાવી સીએનજી રિક્ષાને હડફેટે લીધી હતી અને પાછળના ભાગે ટકર મારી પલ્ટી ખવડાવી રીક્ષમા બેસેલ પેસેન્જરોને ઇજાઓ પહોંચી હતી જેમાં સવાર અને ઇજાગ્રસ્ત હાલ અમદાવાદ શહેરમાં રહેતા મૂળ રાજસ્થાનના વતની ધુલીબેન રમેશભાઇ બારોટ ઉ.વ ૧૮ ને ગંભીર ઇજા થતાં અમદાવાદ સીવીલ હોસ્પિટલમા ચાલુ સારવાર દરમ્યાન તેણીનું મોત નીપજ્યું હતું જેમાં મૃતક યુવતીની બહેન પુષ્પા સંજયભાઇ રાયએ આરોપી અજાણ્યો ટ્રક કન્ટેનરના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!