Sunday, October 13, 2024
HomeGujaratMorbiમોરબી તાલુકાને લીલા દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા સરપંચ એશો.ની માંગ : માંગણી...

મોરબી તાલુકાને લીલા દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા સરપંચ એશો.ની માંગ : માંગણી ન સ્વીકારાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી.

 

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં મોરબી તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરી ત્વરિત સહાય કરવા માટે મોરબી સરપંચ એસોસિએશન દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી લેખિત રજુઆત કરવામાં આવી હતી જો માંગણી ન સ્વીકારવામાં આવે તો આઠ દિવસ બાદ આંદોલનની ચીમકી ઉચ્ચારી

મોરબી સરપંચ એશોએશન દ્વારા આજે મોરબી તાલુકાને લીલો દુષ્કાળ જાહેર કરી ખેડુતોને નુકશાની પેટે સરકારી ધારા ધોરણ મુજબ સહાય આપવા રજુઆત કરી હતી સરપંચ એશો.દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરાઈ છે કે મોરબી તાલુકામાં અંદાજીત ૨૦૦% થી ૨૫૦% સરેરાસ કરતા વધારે વરસાદ પડેલ છે અને તા . ૦૩/૦૮/૨૦૨૦ થી ૧૫/૦૯/૨૦૨૦ સુધી છેલ્લા દોઢ માસથી સત્ત વરસાદ ના કારણે જરૂરિયાત કરતા અઢી થી ત્રણે ગણો વરસાદ પડલે છે જે આંકડા સરકારી જ છે અને આ હકીકત થી તંત્ર પણ વાકેફ છે

અતિ વૃષ્ટિના કારણે ખેડુતોના ઉભા પાકને નુકસાન થયું છે જેમાં તલ , અડદ , મગ , એરડા , બાજરી , જુવાર વગેરે જેવા કે ૧૦૦ % નાસ પામેલ છે તેમજ મગફળી માં પણ વધારે વરસાદ ના કારણે જમીનનમાં ફુગ લાગી જાવાને કારણે ૮૦ % થી ૯૦ % નુકસાન પામેલ છે તો મોરબી તાલુકાનો મુખ્ય પાક કપાસ માં ૮૦ % થી ૯૫ ૪. ઉત્પાદન મળે તેમ છે જે તમામ ખેડૂતોની તકલીફો ને ધ્યાને લઈને મોરબી તાલુકાને તાત્કાલીક લીલો દુષ્કાળ જાહેર કરી ખેડુતોને સરકારી ધારા ધોરણ મુજબ સહાય ચુકવવા રજુઆત કરાઈ છે

 

જો આઠ દિવસમાં સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં નહિ આવે તો આગામી તા . ૨૪/૦૯/૨૦૨૦ થી ગાંધી ચીંધ્યા માર્ગે કોરોનાની ગાઈડલાઈન સાથે ઉપવાસ આંદોલન તથા સત્યાગ્રહ કરવાની મોરબી સરપંચ એસોસીએશન દ્વારા ચીમકી ઉચ્ચારી છે.

મોરબી જીલ્લા કલેકટર જે બી પટેલ દ્વારા જણાવાયું હતું કે મોરબી જીલ્લામાં 40 ઇંચ જેટલો ભારે વરસાદ પડયો છે ત્યારે મોરબી તાલુકા સરપંચ એશોએસીએશન દ્વારા રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે ખેતરોમાં પાણી છે અને રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે ત્યારે તંત્ર દ્વારા પણ 51 ટિમો બનાવી સર્વે કરવામાં આવ્યો છે જેમાં 40 ટકા જેટલો સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે જો કે સરપંચ એશો.દ્વારા મોરબી તાલુકાને લીલા દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા રજુઆત કરાઈ છે જેને સરકાર સુધી પહોંચાડવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!