Monday, December 23, 2024
HomeGujaratMorbiમોરબીમાં જુદી જુદી બેંકનાATMથી મોડ્સ ઓપરેન્ડરીથી ચોરી કરતા ઇસમને પકડી પાડ્યો :...

મોરબીમાં જુદી જુદી બેંકનાATMથી મોડ્સ ઓપરેન્ડરીથી ચોરી કરતા ઇસમને પકડી પાડ્યો : અન્ય મોટી ગેંગ હોવાની પણ પોલીસને માહિતી મળતા તપાસ હાથ ધરી

મોરબી પરબજારમાં આવેલી એસબીઆઈ બેંકની મેઈન બ્રાંચના મેનેજર દ્વારા શહેરના જુદા જુદા એસબીઆઈ બેંક એટીએમ મશીનોમાં રોકડ રકમ સપ્ટેમ્બર અને ઓક્ટોબર ૨૦૧૯ માં રાબેતા મુજબની સિલક નાખવામાં આવી હતી જેમાં રોકડ ઉપાડ કરતા વધારાની રોકડ રૂપિયા મશીનમાંથી નીકળી હોવાની જાણ બેંકને થઈ હતી ત્યારે જુદી જુદી રોકડ રકમનું ટ્રાન્જેક્શન થયેલ હતું ત્યારે ટ્રાન્જેક્શન ફેલ થયાનું જણાવી બાદમાં ઓનલાઈન ખોટી કમ્પ્લેન કરીને એક ટ્રાન્જેક્શનની રકમ બે વખત મેળવી એસબીઆઈ બેંક સાથે ૭.૬૧ લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ પોલીસ મથકમાં

- Advertisement -
- Advertisement -

બેંકના મેનેજર દ્વારા નોંધાઈ હતી જેમાં આ ગુના ના આધારે મોરબી એસપી એસ આર ઓડેદરાના અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પીઆઈ બી જી સરવૈયા, પીએસઆઈ વી કે ગોંડલીયાની ટીમે સઘન તપાસ ચલાવી હતી અને એટીએમ મશીનના સીસીટીવી ફૂટેજની તપાસ દરમ્યાન એસબીઆઈ બેંક સાથે આશરે ત્રીસ લાખ રૂપિયાની છેતરપીંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું પોલીસે તમામ એટીએમની તપાસ હાથ ધરી હતી તપાસમાં છેતરપીંડી માં વપરાયેલ કાર્ડ ઉત્તરપ્રદેશનું હોવાનું બહાર હતું અને પોલીસ ટીમોએ બેંક છેતરપીંડી માં સંડોવાયેલ આરોપીને રાજકોટ ખાતે બેંક ચીટીંગ કરવા આવ્યો છે તેવી બાતમી મળતા પોલીસે વોચ ગોઠવીને આરોપી પુરણસિંગ ઉદેસિંગ નિશાળ રહે યુપી વાળાને છેતરપીંડી આચરે એ પહેલાં જ પકડી પાડ્યો હતો જેમાં આ આરોપી પાસે થી જુદી જુદી બેકોના ૧૭ એટીએમ કાર્ડ મળી આવ્યા હતા જેની પોલીસ મથકે લાવીને સઘન પૂછપરછ કરતા આરોપીએ મોરબી શહેરના વિવિધ એટીએમમાંથી કાર્ડના ઉપયોગ દ્વારા આશરે રૂ ૬ લાખ જેટલી રકમ ઉપાડી એસબીઆઈ બેંક સાથે છેતરપીંડી કરી હોવાનું કબુલ્યું હતું અને બેંક છેતરપીંડી માટે અલગ અલગ બેન્કના આશરે ૨૦ થી ૨૫ કાર્ડનો ઉપયોગ કર્યાનું પણ કબૂલાત આપી હતી પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી વિવિધ બેંકના ૧૭ એટીએમ કાર્ડ પોલીસે કબજે લીધા છે આ સાથે જ આ ગેંગ સાથે ૧૫ થી વધુ ઈસમો સંડોવણી ધરાવતા હોવાની માહિતી મળતા પોલીસે અન્ય આરોપીઓને ધરપકડ કરવા તેમજ તેઓની માહિતી મેળવવા કવાયત હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!