Thursday, January 23, 2025
HomeNewsMorbiમોરબીમાં લગ્ન કરીને સવા ત્રણ લાખની છેતરપીંડી કરી નાસતા ફરતા પરણીતા સહિત...

મોરબીમાં લગ્ન કરીને સવા ત્રણ લાખની છેતરપીંડી કરી નાસતા ફરતા પરણીતા સહિત ત્રણની પોલીસે મહારાષ્ટ્રના નાગપુરથી ધરપકડ કરી

મોરબીમાં લગ્ન કરીને સવા ત્રણ લાખની છેતરપીંડી કરી નાસતા ફરતા પરણીતા સહિત ત્રણની પોલીસે મહારાષ્ટ્રના નાગપુરથી ધરપકડ કરી

- Advertisement -
- Advertisement -

મોરબી એ ડીવીઝન પોલીસમથકમાં થી મળતી વિગત અનુસાર મોરબીના ગ્રીનચોક નજીક કંસારા શેરીમાં રહેતા દિપેનભાઇ અનંતરાય કરથીયા ઉ.વ.૪૦ ના વિવાહ સુનીતા ઓમપ્રકાશ વાઘમરે અને ઓમપ્રકાશ રાજીવરામભાઈ વાઘમરે દ્વારા મહારાષ્ટ્રની નાગપુરની યુવતી સાથે રચાવવામાં આવ્યા હતાં અને આ લગ્ન કરબ્બ માટે સુનિતા અને ઓમપ્રકાશ બંને એ મળીને દિપેનભાઇ પાસેથી જુદી જુદી રીતે રૂ.૨.૬૪ લાખ સેરવી લીધા બાદ યુવાન દીપેનના લગ્ન મહારાષ્ટ્રના નાગપુરની રહેવાસી અનીતાબેન બાબુલાલ ચૌહાણ ઉ.વ.૩૫ સાથે કરાવવામાં આવ્યા હતા જેના લગ્નજીવનના છ મહિના બાદ જ દીપેનની પત્ની પરિણીતા અનિતાબેન પરત પોતાના વતન નાગપુર પોતાના ઘરે પરત આવવાનું કહીને ગઈ હતી પરન્તુ એ પરત ન આવતાં અનિતાને તેડવા માટે દિપેનભાઇ તેના ઘરે નાગપુર પહોંચ્યો હતો આમછતાં પરિણીતા અનિતાએ તેની સાથે મોરબી સાસરીયે આવવાની ચોખ્ખી જ મનાઈ કરી દીધી હતી અને આ લગ્ન ફક્ત ને ફક્ત રૂપિયા અને સોનાના ઘરેણાં માટે જ કર્યા છે એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું જેમાં બાદમાં દીપેનભાઈ પોતે વિશ્વાસ માં આવી છેતરાયા હોવાનું માલુમ પડતાં તેઓએ ૬૨,૮૦૦ના સોનાના ઘરેણાં તથા ૨.૬૪ લાખ રૂપિયા એમ કુલ મળીને યુવાનની સાથે રૂ.૩.૨૬ લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી જેમાં આ તપાસના આધારે મોરબી એસપી એસ.આર.ઓડેદરા,ડીવાયએસપી રાધિકા ભારાઈ ની સૂચનાથી એ ડીવીઝન ઈન્ચાર્જ પીઆઇ બી.જી.સરવૈયાના માર્ગદર્શન હેઠળ તપાસ અધિકારી પીએસઆઇ વી.આર.શુકલ, વિજયભાઈ છાસિયા, ઋતુરાજસિંહ તથા નેહલબેન ડોડીયા સહિતની ટીમ નાગપુર ખાતે પરણીતા તેના ઘરેજ હોવાનું માલુમ પડતાં તાબડતોબ અનિતાના ઘરે મહારાષ્ટ્ર જવા રવાના થઈ હતી અને અનિતાના ઘરેથી પરણીતાં અનિતા ચૌહાણ ઓમપ્રકાશ વાઘમારે, સુનિતા વાઘમરે સહિત ત્રણેયની અટકાયત કરી અને મોરબી લાવવામાં આવ્યા હતા જેની ઓળખ પરેડમાં પણ યુવકે તેને ઓળખી બતાવ્યા હતા આ ત્રણેયને પીએસઆઇ વી આર શુક્લની ટીમે મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ કાયદેસરની ધરપકડ કરવા અને ધરપકડ બાદ રોકડ રકમ તેમજ ઘરેણાં સહિતનો મુદ્દામાલ કબ્જે લેવા અને અન્ય કઈ કઈ જગ્યાએ આવી છેતરપીંડી આચરી છે તેની માહિતી મેળવવા કવાયત હાથ ધરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!