મોરબીની એસબીઆઈ બેંકના વિવિધ એટીએમમાં લાખોની ચીટીંગ મામલે મોરબી પોલીસ ટીમે આરોપી પુરણસિંગ ઉદેસિંગ નિશાળ રહે યુપી વાળાને ઝડપી લઈને ઝડતી તપાસ કરતા તેની પાસેથી વિવિધ બેકોના ૧૭ એટીએમ કાર્ડ જપ્ત કર્યા હતા જેમાં તેની પોલીસ મથકે લાવીને સઘન પૂછપરછ ચલાવી હતી અને આરોપી યુપીની નિશાદ ગેંગનો સાગરિત હોય અને આંતરરાજ્ય ગેંગમાં ૧૫ સભ્યો પણ ચીટીંગમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું ત્યારે પોલીસે પકડેલા આરોપીને આજે મોરબી કોર્ટમાં રીમાન્ડની માંગણી સાથે રજુ કરતા કોર્ટે ૧૧ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા અને મોરબી પોલીસે યુપીમાં સક્રિય નિશાદ ગેંગના ૧૫ શખ્સો ની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે અને તમામને પણ આરોપીઓ તરીકે પકડવા કવાયત હાથ ધરી છે છે આ માટે પોલીસ દ્વારા ખાસ ટિમ યુપી તપાસમાં જાય તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે ઉલ્લેખનીય છે કે આ નિશાદ ગેંગ આંતરાજય ગેંગ છે અને યુપીમાં અનેક આવા ગુનાઓને અંજામ આપી ચુકી છે ત્યાંરે નિશાદ ગેંગનો સભ્ય પકડાયો એ મોરબી પોલીસ માટે મોટી સફળતા પણ માનવામાં આવી રહી છે હાલ પોલીસની તપાસમાં
પકડાયેલા આરોપીએ એટીમ દ્વારા ચીટીંગ માટે ૧૩૮ એટીએમ કાર્ડનો ઉપયોગ કર્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે જેમાં આખી ગેંગ સામેલ હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે ત્યારે આગામી સમયમાં મોરબી પોલીસને મોટી સફળતા મળે તો પણ નવાઈ નહિ આ માટે એક ખાસ ટિમ મોરબી પોલીસ દ્વારા રચવામાં આવ્યા હોવાની માહિતી પણ પોલીસબેડામાં મળી છે જો કે આ એક આરોપી પકડાઈ જતા બેંકના લાખો રૂપિયાની છેતરપીંડી હાલ પૂરતી અટકી ચુકી છે.